શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબ પૂનાવાલાની ગાડી પર સોમવારે (28 નવેમ્બર) ના રોજ દિલ્હીના રોહિણીમાં હુમલો થયો છે. પોલીગ્રાફ ટેસ્ટ બાદ એફએસએલ ટીમ આફતાબને લઇને બહાર નિકળી હતી. ત્યારે કેટલાક લોકોની ભીડ ઘટનાસ્થળે પહોંચી અને ગાડી પર હુમલો કરી દીધો. આ લોકોના હાથમાં તલવારો હતી અને આ આફતાબને મારવાની વાત કરી રહ્યા હતા. ત્યારે એક પોલીસકર્મી વાનમાંથી બહાર આવ્યો અને આ લોકો પર બંદૂક તાણી દીધી. હવાઇ ફાયરિંગની વાત પણ કહેવામાં આવી રહી છે.
ગુસ્સે ભરાયેલી ભીડે પોલીસ વાન પર પથ્થરમારો પણ કર્યો છે. હુમલો કરનાર વ્યક્તિએ કહ્યું કે તેને બે મિનિટ બહાર નિકાળો, મારી નાખીશ. આફતાબની ગાડી પર હુમલો કરનાર કેટલાક આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લીધા છે. હુમલાવરોએ હિંદુ સેનાના કાર્યકર્તા હોવાનો દાવો કર્યો છે. તલવાર લઇને આ લોકો પહેલાં પોલીસ સામે આવી ગયા. પોલીસે આ લોકોને જ્યારે રોકવાનો પ્રયત્ન કર્યો તેમના પર હુમલો પણ કર્યો. ત્યારબાદ પોલીસ જેવી થોડી પાછળ હતી, તેમણે તે વાનનો દરવાજો ખોલી દીધો જેમાં આફતાબ હાજર હતો.
Support authors and subscribe to content
This is premium stuff. Subscribe to read the entire article.