ઉત્તર ભારતમાં ધુમ્મસ અને ધુમાડાનો કહેર જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશના નોઈડામાં ધુમ્મસને કારણે મંગળવારે મોટી દુર્ઘટના થઈ. અહીં એક બસને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ ડબલ ડેકર બસ 60 થી વધુ મુસાફરોને લઈને આગરાથી નોઈડા જઈ રહી હતી. આ દરમિયાન બસ ગૌતમ બુદ્ધ નગરના થાણા દનકૌર વિસ્તાર હેઠળ પેરિફેરલ અને ગલગોટિયા વચ્ચે કન્ટેનરની પાછળ ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક કન્ટેનર થંભી ગયું અને વધુ ધુમ્મસને કારણે બસ પાછળથી અથડાઈ અને રેલિંગ પરથી નીચે પડી ગઈ. બસમાં લગભગ 60 મુસાફરો હતા, જેમાં 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. પોલીસે તમામ ઈજાગ્રસ્તોને બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું. સમગ્ર ઉત્તર ભારતમાં ધુમ્મસનો કહેર જોવા મળી રહ્યો છે. હરિયાણા, દિલ્હી, ચંદીગઢ અને પંજાબ સહિત ઘણા રાજ્યોમાં ધુમ્મસ છે. હરિયાણામાં હાઈવે પર અકસ્માતો થયા છે. હરિયાણાના ડેપ્યુટી સીએમના કાફલાને હિસારમાં અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં એક કમાન્ડો ઘાયલ થયો છે. તેવી જ રીતે, યુપીમાંથી પણ અકસ્માતના અહેવાલો છે.
GNS NEWS
Support authors and subscribe to content
This is premium stuff. Subscribe to read the entire article.