કેન્દ્ર સરકારે ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ આવરી લેવાતા લોકોને માટે આવતા ડિસેમ્બર સુધી મફતમાં અનાજ આપવાનું નક્કી કર્યું છે. આ નિર્ણયથી 80 કરોડથી વધુ લોકોને ફાયદો મળશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના 2020 માં કોવિડના કારણે આજીવિકા પર અસર થયા બાદ શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી ગોયલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ સરકાર 3 રૂપિયા પ્રતિ કિલોના દરે ચોખા, 2 રૂપિયા પ્રતિ કિલોના દરે ઘઉં અને 1 રૂપિયા પ્રતિ કિલોના દરે બરછટ અનાજ આપવામાં આવે છે. સરકારે નિર્ણય કર્યો છે કે ડિસેમ્બર 2023 સુધી તે સંપૂર્ણપણે મફતમાં ઉપલબ્ધ રહેશે. તેનાથી 81.35 કરોડ લોકોને ફાયદો થશે.
કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું છે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ગરીબોને મફત અનાજ આપવા પર લગભગ બે લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જેનો બોજ કેન્દ્ર સરકાર ઉઠાવશે. આ યોજના એપ્રિલ 2020 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાની મુદત માર્ચમાં છઠ્ઠી વખત લંબાવવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય લોકોને અતિ ઓછા ભાવે ગુણવત્તાયુક્ત ખોરાકનો પૂરતો જથ્થો આપવાનો છે. જેથી તેઓ સન્માન સાથે જીવન જીવી શકે અને તેમનું શારીરિક પોષણ પણ થાય. આ કાયદા હેઠળ, 75 ટકા ગ્રામીણ વસ્તી અને 50 ટકા શહેરી વસ્તીને લાભ મળ્યો છે. જેમને સરકાર દ્વારા ખૂબ જ ઓછા ભાવે અનાજ આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે શુક્રવારે ફરી એકવાર ‘વન રેન્ક વન પેન્શન સ્કીમ’માં સુધારો કર્યો છે. જેમાં પહેલા 1 જુલાઈ 2014થી 20 લાખ 60 હજાર 220 પેન્શનધારકોને લાભ મળતો હતો, હવે તેની સંખ્યા 25 લાખથી વધુ થઈ જશે. કેબિનેટ દ્વારા તેને મંજૂરી પણ આપવામાં આવી છે.
Support authors and subscribe to content
This is premium stuff. Subscribe to read the entire article.