જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં ગુરુવારે સેનાનું હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. અહીં મારવાહ વિસ્તારમાં આ ક્રેશ થયું છે. આર્મીના જનસંપર્ક અધિકારીએ એક સમાચાર એજન્સી સાથે વાત કરતા હેલીકોપ્ટરમાં સેનાના 3 જવાનો હોવાની વાત કહી હતી. તેમની હાલત જોઈને હાલમાં પુષ્ટિ નથી કરી શક્યા. ખરાબ હવામાનના કારણે આ વિસ્તારમાં સંપર્ક સેવાઓ કામ કરતી નથી. કહેવાય છે કે, જ્યાં આ હેલીકોપ્ટર ક્રેશ થયું છે, તે કિશ્તવાડનો ખૂબ જ અંતરિયાળ વિસ્તાર છે. અહીં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ થઈ રહ્યો છે. સેનાના ત્રણ અધિકારી હેલીકોપ્ટરમાં હતા.
કહેવાય છે આ હેલીકોપ્ટર ક્રેશ થયું છે. જો કે, હાલમાં સેના દ્વારા તેની તપાસ ચાલી રહી છે. તેના માટે રેસ્ક્યૂ ટીમને રવાના કરી દીધી છે. જો કે, હાલમાં આ અધિકારીઓને કોઈ સંપર્ક થયો નથી. ભારતીય સેના તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, સેનાનું ALH ધ્રુવ હેલીકોપ્ટર કિશ્તવાડ જિલ્લામાં ક્રેશ થયું છે, જે ચિનાબ નદીમાં જઈને પડ્યું છે. કહેવાય છે કે, આ હેલીકોપ્ટરમાં બે પાયલટ અને એક કમાંડિંગ ઓફિસર સવાર હતા. સારી વાત એ છે કે, આ દુર્ઘટનામાં કમાંડિંગ ઓફિસર એકદમ સુરક્ષિત છે. જ્યારે પાયલટને હળવી ઈજા થઈ છે. જેમને સારવાર માટે મોકલી દેવામાં આવ્યા છે.
Support authors and subscribe to content
This is premium stuff. Subscribe to read the entire article.