તેલંગણામાં બે ટ્રાંસજેંડર પ્રાચી રાઠોડ અને રુથ જોન પોલે ઈતિહાસ રચતા રાજ્યમાં સરકારી સેવામાં જોડાનાર પ્રથમ ટ્રાંસજેન્ડર ડોક્ટર બની ગયા છે. બંને ટ્રાંસજેન્ડર ડોક્ટર પ્રાચી રાઠો઼ડ અને રુથ જોન પોલે હાલમાં જ સરકારી ઉસ્માનિયા જનરલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે કાર્યભાર સંભાળ્યો છે. સામાજિક કલંક અને ભેદભાવને યાદ કરતા આ બંનેએ કહ્યું કે, તેમને નાનપણથી જ ઘણું બધું સહન કરવું પડ્યું છે અને ત્યાં સુધી પહોંચવું એટલું પણ સરળ નથી હોતું.
હકીકતમાં જોઈએ તો, ઉસ્માનિયા જનરલ હોસ્પિટલના સુપ્રીટેંડેંટ ડો. નાગેંદરે કહ્યું કે, ઉસ્માનિયા હોસ્પિટલમાં એક ટ્રાંસજેન્ડર ક્લિનિક ખોલવાનો પ્રસ્તાવ હતો, તેના માટે 3 મેડિકલ ઓફિસરના પદ ખાલી હતી. આ પદ પર 36 ડોક્ટર્સે અરજી કરી હતી. આ પદ માટે અમે ટ્રાંસજેન્ડર સમુદાય અને એચઆઈવીથી પ્રભાવિત મેડિકલ પ્રોફેશનલને પ્રાથમિકતા આપવા માગતા હતા. આવી રીતે અમે 3 ડોક્ટરની ભરતી કરી છે, જેમાં 2 ટ્રાંસવુમન છે અને 1 એચઆઈવી પ્રભાવિત ચિકિત્સા અધિકારી છે.
Support authors and subscribe to content
This is premium stuff. Subscribe to read the entire article.