દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં તેની લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધા વાલકરની જઘન્ય હત્યાના આરોપી આફતાબ અમીન પૂનાવાલાને રોહિણીમાં ફોરેન્સિક સાયન્સ લેબ (FSL)માં લઈ જતી પોલીસ વાન પર લેબની બહાર તલવારોથી સજ્જ પુરુષોના એક જૂથે હુમલો કર્યો હતો. પોલીગ્રાફ ટેસ્ટ બાદ તેને ફરી તિહાર જેલમાં લઈ જવામાં આવ્યો હતો. લોકોના ટોળાએ તલવારો સાથે વાનમાં ઘૂસવાનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે, પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. એક પોલીસકર્મીએ હુમલાખોરોને વિખેરવા માટે બંદૂક પણ તાકી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં લોકો આફતાબને લઈ જતી વાનનો પીછો કરતા અને આફતાબ પર હુમલો કરવા માટે વેનનો પાછળનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (રોહિણી) જીએસ સિદ્ધુના જણાવ્યા અનુસાર, ગુરુગ્રામના રહેવાસી કુલદીપ ઠાકુર અને નિગમ ગુર્જર નામના બે લોકોની અટકાયત કરવામાં આવી છે. ઠાકુર કાર વેચવાનો અને ખરીદવાનો વ્યવસાય કરે છે, જ્યારે ગુર્જર ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરે છે. પોલીસે હથિયારો જપ્ત કર્યા છે. તેમણે જણાવ્યું કે, આ ઘટના સાંજે લગભગ 6.45 વાગ્યે બની હતી. આ દરમિયાન હુમલાખોરોમાંથી એકે કહ્યું કે, ‘અમે 15 લોકો સવારે જ ગુરુગ્રામથી દિલ્હી આવ્યા હતા. અમારો હેતુ આફતાબને મારવાનો હતો. ઘટનાને અંજામ આપવા માટે અમે સવારથી જ લેબની બહારથી સ્ટોક લઈ રહ્યા હતા.
Support authors and subscribe to content
This is premium stuff. Subscribe to read the entire article.