
પાઈલટનું લાઇસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ, એરલાઈન્સને 30 લાખનો દંડ, DGCAએ કરી કાર્યવાહી
એર ઈન્ડિયાની ફ્લાઈટના કોકપીટમાં મહિલા મુસાફરને બેસાડવાના મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહી કરતા DGCAએ એર ઈન્ડિયાના પાયલટનું લાઇસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરી દીધું છે. એટલું જ નહીં એર ઈન્ડિયાની બેદરકારી બદલ એરલાઈન્સ પર 30 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. 27 ફેબ્રુઆરીના રોજ દુબઈથી દિલ્હી જતી ફ્લાઈટમાં પાયલટે તેની મહિલા મિત્રને કોકપિટ પર બેસાડી હતી. તમને જણાવી દઈએ કે, દુબઈથી દિલ્હીની ફ્લાઈટ દરમિયાન એર ઈન્ડિયાના એક પાઈલટે તેની મહિલા મિત્રને કોકપીટમાં બેસીને સ્પેશિયલ ફીલ કરાવવા માટે તેને મુસાફરી કરાવી હતી. તે તેની બિઝનેસ ક્લાસ ટ્રીટમેન્ટ કરાવતો રહ્યો. કેબિન ક્રૂએ આ અંગે DGCAને ફરિયાદ કરી હતી. જે બાદ આ મામલે તપાસ શરૂ થઈ હતી.
Support authors and subscribe to content
This is premium stuff. Subscribe to read the entire article.