ચીની નૌસેનાનું જહાજ તાજેતરમાં જ બંગાળની ખાડીમાં જોવા મળ્યું હતું. આ યુદ્ધજહાજ બાંગ્લાદેશની નજીક આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં છે. જ્યાં ચીની નૌસેનાની હાજરીથી ભારતીય નૌસેના પણ એક્ટિવ છે. ભારતીય નૌસેનાની પૂર્વીય કમાન ચીની યુદ્ધજહાજની તમામ એક્ટિવિટી પર નજર રાખી રહ્યું છે. આ યુદ્ધજહાજ ટાઈપ 052 ડી ચાંગ્શા તરીકે ઓળખાય છે. ટાઈપ 052ની પીપલ્સ લિબરેશન આર્મી નેવીમાં સામેલ થયેલી ગાઈડેડ મિસાઈલ વિધ્વંસક છે. આ વિધ્વંસકનું ડિસ્પ્લેસમેંટ 7500 ટન છે. 157 મીટર લાંબુ આ વિધ્વંસક 130 મિલિલીટરની ગનની સાથે શોર્ટ રેન્જ 24ની સપાટીએથી હવામાં ઠાર કરનાર મિસાઈલ, 64 લોન્ગ રેન્જ સરફેસ ટૂ એયર, એન્ટી શિપ અને એન્ટી સબમરીન મિસાઈલથી સજ્જ છે. આ યુદ્ધજહાજ મંગળવારથી શરૂ થનારા ચાર દિવસીય આંતરરાષ્ટ્રીય ફ્લિટ રિવ્યૂ 2022માં સામેલ થશે.
મંગળવારના રોજ કોક્સ બજારમાં બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના આ આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યૂનું ઉદઘાટન કરશે. ચીન ખૂબ જ ઝડપથી હિંદ મહાસાગરના ક્ષેત્રમાં પોતાની નૌસેનાની હાજરી વધારી રહ્યું છે. ચીની નૌસેનાના અનેક યુદ્ધજહાજ અને સબમરીનો સતત આ વિસ્તારમાં હલનચલન કરે છે. થોડાં દિવસ પહેલાં ચીનનું જાસૂસી જહાજ યુઆન વાંગ-5 શ્રીલંકા પહોંચ્યું હતું. આ જહાજના રડાર છેક અંતરિક્ષ સુધી જાસૂસી કરી શકે છે. આ જહાજ શ્રીલંકા આવતા ભારતે તેનો વિરોધ કર્યો છે. શ્રીલંકાએ આ વિરોધને નકારી દીધો હતો. ચીની નૌસેના શ્રીલંકાના હંબનટોટોપ સૈન્ય બંદર બનાવવાની તૈયારી કરી રહી છે. બાંગ્લાદેશી નૌસેના બંગબંધુ શેખ મુજીબુર રહમાનની જન્મ શતાબ્દી અને બાંગ્લાદેશનની સ્વતંત્રતાની સુવર્ણ જયંતિના અવસરે આંતરરાષ્ટ્રીય ફ્લિટ રિવ્યુનું આયોજન કરી રહી છે.
Support authors and subscribe to content
This is premium stuff. Subscribe to read the entire article.