2002 ગુજરાત રમખાણોની પીડિતા બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી છે. બિલકિસે 13 મેએ આવેલા કોર્ટના આદેશ પર બીજીવાર વિચાર કરવાની માંગ કરી છે. આ આદેશના આધાર પર બિલકિસ સાથે સામૂહિક બળાત્કાર અને અને તેમના પરિવારના સભ્યોની હત્યાના દોષી બહાર આવ્યા હતા. આ મામલો આજે ચીફ જસ્ટિસ સામે રાખવામાં આવ્યો. તેમણે તેના પર વિચાર કરી યોગ્ય બેંચની સામે મુકવાનું આશ્વાસન આપ્યું છે. 13 મેએ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અજય રસ્તોગી અને વિક્રમ નાથની બેંચે એક દોષી રાધેશ્યામ શાહની અરજી પર ચુકાદો આપતા કહ્યુ હતું કે તેને સજા 2008માં મળી હતી. તેથી છોડવા માટે 2014માં ગુજરાતમાં બનેલા નિયમ લાગૂ થશે નહીં પરંતુ 1992ના નિયમ લાગૂ થશે.
ગુજરાત સરકારે 15 ઓગસ્ટે તેને આધાર બનાવી 14 વર્ષની સજા પુરી કરી ચુકેલા લોકોને છોડી મુક્યા હતા. 1992ના નિયમોમાં આજીવન કેદની સજા પામેલા કેદીઓની 14 વર્ષ બાદ મુક્તિની વાત કહેવામાં આવી હતી, જ્યારે 2014માં લાગૂ થયેલા નિયમમાં જધન્યા અપરાધના દોષીતોને આ છૂટથી વંચિત કરવામાં આવ્યા હતા. બિલકિસ બાનો તરફથી દાખલ પુનર્વિચાર અરજીમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કેસ મહારાષ્ટ્રમાં ચાલ્યો તો નિયમ ત્યાંના નિયમ લાગૂ થવા જોઈએ, ગુજરાતના નહીં. અત્યાર સુધી સુભાષિની અલી, રૂપરેખા વર્મા, મહુઆ મોઇત્રા સહિત ઘણા નેતા અને સામાજિક કાર્યકર્તા દોષીતોને છોડવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. તેમણે ગુજરાત સરકારના આદેશને પડકાર્યો હતો. આ અરજી પર સુનાવણી ચાલી રહી છે. હવે ખુદ બિલકિસ બાનો કોર્ટ પહોંચી છે અને તેમણે 13 મેએ આવેલા સુપ્રીમ કોર્ટના આદેશને પરત લેવાની માંગ કરી છે.
Support authors and subscribe to content
This is premium stuff. Subscribe to read the entire article.