બિહારના મોતિહારી જિલ્લામાં ઈંટના ભઠ્ઠાની ચિમનીમાં થયેલા વિસ્ફોટની ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થઈ ચુક્યા છે અને 16થી વધારે લોકો ઘાયલ થયા છે. રામગઢવાના નારીરગિર ગામના સરેહમાં કાલે આ દુર્ઘટના થઈ હતી. ગાઢ ધુમ્મસ અને કડકડતી ઠંડીના કારણે કાટમાળ હટાવાના કામમાં ભારે મુશ્કેલીઓ આવી રહી છે. ગંભીર રીતે ઘાયલ 9 લોકો મોતિહારી, રામગઢવા અને રક્સૌલની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને વળતર આપવાની જાહેરાત કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હવાલેથી તેમના કાર્યાલયે આજે સવારે એક ટ્વિટ કર્યું છે, મોતિહારીમાં એક ઈંટ ભઠ્ઠામાં થયેલી દુર્ઘટનામાં લોકોના મોતથી વ્યથિત છું, શોક સંતપ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના, ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરુ છું. દરેક મૃતકના પરિવારેન 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે. કહેવાય છે કે, આ સીઝનમાં પહેલી વાર ઈંટનો ભઠ્ઠો શરુ થયો હતો. ચિમનીમાંથી નીકળી રહેલો ધુમાડો જોઈને ત્યાં કામ કરી રહેલા મજૂરો ખુશી મનાવી રહ્યા હતા. તે જ સમયે અચાનક બ્લાસ્ટ થયો અને ચિમનીની ઉપરનો ભાગ નીચે પડ્યો.
Support authors and subscribe to content
This is premium stuff. Subscribe to read the entire article.