દારૂબંધીવાળા બિહારમાં ફરી ઝેરી દારૂનો કહેર જોવા મળ્યો છે. સારણ જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી મોતનો આંકડો વધીને 21 પહોંચી ગયો છે. તેમાં સૌથી વધુ મસરખના 10 લોકોના મોત થયા છે. જ્યારે અમનૌરના ત્રણ તથા મઢૌરાનો એક વ્યક્તિ સામેલ છે. તો બીમાર પડેલા ઘણા લોકોએ આંખની રોશની ઘટી જવાની ફરિયાદ પણ કરી છે. તો ઘણા લોકોની સારવાર સદર હોસ્પિટલ તથા પટનાની પીએમસીએચમાં ચાલી રહી છે. મૃતકોના ઘણા પરિવારજનો બીમારીથી મોત થવાની વાત પણ કહી રહ્યાં છે. પોલીસ તંત્ર આ ઘટના પર કોઈ માહિતી આપવાનો ઇનકાર કરી રહ્યું છે. પોલીસ કેપ્ટન સંતોષ કુમારે કહ્યુ કે, આ મામલાની હજુ તપાસ ચાલી રહી છે.
ઘટના બાદ સોમવારની રાત્રે સદર હોસ્પિટલમાં પોલીસ જવાનોની તૈનાતી કરી દેવામાં આવી હતી. આ ઘટનાના વિરોધમાં રોષે ભરાયેલા ગ્રામજનોએ મસરખ હનુમાન ચોક સ્ટેટ હાઈવે-90 પર મૃતદેહ મૂકીને બ્લોક કરી દીધો છે. સ્થાનિક ગ્રામજનો જિલ્લા પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. મશરખમાં ગ્રામજનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. નારાજ લોકોને મનાવવા માટે અનેક પોલીસ સ્ટેશનની પોલીસની સાથે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા છે. ઘટનાના સંબંધમાં, ગામલોકોએ જણાવ્યું કે ઈસુપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ડોઈલાથી લાવેલી ઝેરી દારૂ પીવાથી અમાનૌર, મધૌરા અને મશરખ બ્લોકના 21 લોકોના મોત થયા છે. ઘણા ગંભીર રીતે બીમાર છે.
Support authors and subscribe to content
This is premium stuff. Subscribe to read the entire article.