કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ કાલે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સાથે ટેલીફોન પર વાતચીત કરી હતી. બંને મુખ્યમંત્રી આ વાત પર સહમત હતા કે, સરહદી વિસ્તારમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવી જોઈએ. જ્યારે સીએમ બોમ્મઈએ કહ્યું કે, સરહદના મુદ્દા પર તેમના વલણમાં કોઈ ફેરફાર થયો નથી. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ એક ટ્વિટમાં કહ્યું કે, અમે બંને એ વાત પર સહમત હતા કે, બંને રાજ્યમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે. તેમણે કહ્યું કે, કર્ણાટક અને મહારાષ્ટ્રના લોકો વચ્ચે સદ્ભાવ છે.
સીએમ બોમ્મઈએ કહ્યું ક, જ્યાં સુધી કર્ણાટકની સરહદ સાથેની વાત છે, તેમના વર્તનમાં કોઈ ફેરફાર આવ્યો નથી અને તેના માટે કાયદાકીય લડાઈ સુપ્રીમ કોર્ટમાં લડવામાં આવશે. આ અગાઉ સીએમ બોમ્મઈએ શિવસેનાના પ્રમખ ઉદ્ધવ ઠાકરે પર વળતો જવાબ આપ્યો હતો. બોમ્મઈએ કહ્યું કે, તેમની સરકાર આગામી ચૂંટણીને ધ્યાને રાખી સરહદ મુદ્દો નહીં ઉઠાવે.
Support authors and subscribe to content
This is premium stuff. Subscribe to read the entire article.