મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં બલ્લારપુર રેલવે સ્ટેશન પર આશ્વર્ય જનક ઘટના ઘટી છે. અહી એક રેલવે પ્લેટફોર્મ પરથી બીજા રેલવે પ્લેટફોર્મ પર જવા માટે ઉપયોગમાં લેવાતા ફૂટ ઓવરબ્રિજનો એક ભાગ તે સમયે તૂટી ગયો જ્યારે તેના ઉપરથી કેટલાક લોકો બીજા પ્લેટફોર્મ તરફ જઇ રહ્યા હતા. આ ઘટનામાં બ્રિજનો સ્લેબ તૂટતાં તેની ઉપર હાજર લોકો નીચે રેલવે ટ્રેક પર પટકાયા હતા. આ અકસ્માતમાં 13 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.
અકસ્માત સાંજે 5:10 સર્જાયો હતો. જેવો જ પુલનો એક ભાગ નીચે તૂટ્યો, સ્ટેશનના પ્લેટફોર્મ પર અફરા-તફરીનો માહોલ સર્જાયો. લોકો આમતેમ દોડવા લાગ્યા. ઉતાવળમાં રેલવે સ્ટાફ અને કેટલાક લોકોએ મળીને ઇજાગ્રસ્તોને ત્યાંથી નિકાળ્યા અને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. ફૂટ ઓવરબ્રિજનો ભાગ જેવો જ તૂટ્યો તેની સાથે પડનાર લોકોનું શરીર રેલવે હાઇ સ્પીડ વોલ્ટેજ ઓવરહેડ તાર ટકરાયા, જેના લીધે કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
Support authors and subscribe to content
This is premium stuff. Subscribe to read the entire article.