કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતને લોકતંત્રની જનની ગણાવતા મંગળવારે કહ્યું કે, લોકતંત્ર દેશના ડીએનએમાં સમાયેલું છે. કેન્દ્રીય મંત્રીએ અહીં એક રાષ્ટ્રીય સંમેલનમાં સંબોધન કરતા કહ્યું કે, ભારતનો ગૌરવશાળી ઈતિહાસ અને શિક્ષણ તેની સૌથી મોટી સંપત્તિ રહી છે.આપણે એ યાદ રાખવું જોઈએ કે, આપણુ દાયિત્વ ફક્ત દેશના ગૌરવની રક્ષા કરવાનું જ નથી, પણ વિશ્વને તેના મૂલ્યોથી પ્રેરિત કરવાનું છે. ઈન્ડિયન હિસ્ટ્રીના સિલેબસમાં NEP 2020 અંતર્ગત ફેરફાર કરવામાં આવશે. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, ભારત વૈશ્વિક નેતા છે અને 500 કરોડ વૈશ્વિક નાગરિકોનું કેન્દ્ર બિન્દુ પણ છે. આપણો દેશ લોકતંત્રની જનની છે. લોકતંત્ર ભારતના ડીએનએમાં સમાયેલુ છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, દેશભરના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત 26 જાન્યુઆરી, 2023થી વસંત પંચમીના અવસર પર ભારતીય ઈતિહાસનું યોગ્ય સંસ્કરણ ભણાવામાં આવશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણે અનેક અવસર આપી રહી છે. આજ ભારતમાં માતૃભાષાને પ્રાથમિકતા આપવાથી લઈને અભ્યાસ માટે 200 ટીવી ચેનલ, ડિજિટલ યૂનિવર્સિટી જેવા પ્રયાસ થઈ રહ્યા છે. ઈતિહાસકારો તેના દ્વારા જ્ઞાનવર્ધક ,વૈજ્ઞાનિક સામગ્રી તૈયાર કરવાની રહેશે. આપણને 21મી સદીમાં ભારતની પ્રાચિન સંસ્કૃતિ અને સભ્યતાએ એક નવો વૈશ્વિક પરિપ્રેક્ષ્ય આપવો જોઈએ.
Support authors and subscribe to content
This is premium stuff. Subscribe to read the entire article.