કર્ણાટક વિધાનસભામાં સાવરકરની તસવીર લગાવવા બદલ સોમવારે હોબાળો થયો છે. કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષે આના વિરોધમાં વિધાનસભાથી વોકઆઉટ કર્યું. પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સહિત વિપક્ષના ઘણા ધાસાસભ્યોએ આ મામલે વિધાનસભાના અધ્યક્ષને ચિટ્ઠી લખી છે. ચિટ્ઠીમાં માગ કરવામાં આવી છે કે, ગૃહમાં વાલ્મીકિ, બાસવન્ના, કનકદાસ, બીઆર આંબેડકર, સરદાર પટેલના ફોટા લગાવવામાં આવે. કોંગ્રેસના વિરોધને લઈને ભાજપે વળતો પ્રહાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું- વૈચારિક મતભેદ હોવો જોઈએ, પરંતુ સાવરકર એક સ્વતંત્ર સેનાની હતા. જો તેમની તસવીર ન લગાવવામાં આવે, તો શું દાઉદ ઈબ્રાહિમની લગાવવામાં આવે? કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે, આ કોઈ વિરોધ નથી.
આ માત્ર અમારી માગ છે કે, તમામ રાજકીય નેતાઓ અને સમાજ સુધારકોના ફોટા વિધાનસભા હોલમાં લગાવવામાં આવે. સાથે જ વિધાનસભા અધ્યક્ષે વિધાનસભામાં વીર સાવરકરની તસવીર લગાવવાનો એકતરફી નિર્ણય કર્યો છે. તેમણે વધુ ઉમેર્યું- હું કોઈની તસવીર લગાવવાની વિરુદ્ધમાં નથી, પરંતુ આ બધા સાથે સરકાર કાયદો અને વ્યવસ્થા જેવા વાસ્તવિક મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવા માંગે છે. કર્ણાટક કોંગ્રેસ ચીફ અને ધારાસભ્ય ડીકે શિવકુમારે રાજ્ય સરકાર પર આ પ્રકારના પગલાને લઈ કાર્યવાહીમાં વિક્ષેપ પાડવાનો આરોપ લગાવ્યો હતો.
Support authors and subscribe to content
This is premium stuff. Subscribe to read the entire article.