આ મુંબઈની બે આઈટી પ્રોફેશનલ જોડિયા બહેનોના લગ્નનો વાયરલ વીડિયો છે, જેમાં બંને બહેનો એક વ્યક્તિને વરમાળા પહેરાવતી જોવા મળી રહી છે. જાણકારી પ્રમાણે આ ઘટના મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાની છે. જ્યાં એક લગ્ન સમારોહમાં બંને જુડવા બહેનોએ એક યુવક સાથે લગ્ન કર્યાં છે. તેના લગ્ન હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. તો આ મામલે પોલીસમાં તેના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવવામાં આવી છે.
પોલીસે રવિવારે જણાવ્યું કે સોલાપુર જિલ્લાના માલશિરસ તાલુકાના અકલુજ ગામમાં આ લગ્ન થયા છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. ફરિયાદ અનુસાર આ વ્યક્તિએ 36 વર્ષીય બે જુડવા બહેનો સાથે લગ્ન કર્યાં છે, જે આઈટી પ્રોફેશનલ છે. વરરાજા અને કન્યાના પરિવારજનો આ લગ્ન માટે રાજી થયા હતા. આ બંને યુવતીઓ થોડા દિવસ પહેલા પોતાના પિતાના નિધન બાદ પોતાની માતા સાથે રહેતી હતી. એક અધિકારીએ જણાવ્યું કે ફરિયાદના આધાર પર અકલુજ પોલીસ સ્ટેશનમાં વરરાજા વિરુદ્ધ આઈપીસીની કલમ 494 (પતિ કે પત્નીના જીવિત રહેતા ફરી લગ્ન કરવા) હેઠળ અકથિત અપરાધનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
Support authors and subscribe to content
This is premium stuff. Subscribe to read the entire article.