[ad_1]
(જી.એન.એસ),તા.૨૯
મુંબઈ,
અદાણી ગ્રુપે વ્યાપાર વિસ્તરણને આગળ ધપાવતા ગુરુવારે જાહેરાત કરી હતી કે ગ્રૂપે ગુજરાતના મુન્દ્રામાં તેના પ્રથમ કોપર પ્લાન્ટની કામગીરી શરૂ કરી છે. અદાણી એન્ટરપ્રાઇઝ બે તબક્કામાં 10 લાખ ટન ક્ષમતાનો પ્લાન્ટ સ્થાપી રહી છે. પ્રથમ તબક્કામાં લગભગ $1.2 બિલિયનનું રોકાણ કરવામાં આવશે. આ મેટલ ઉદ્યોગમાં અદાણી ગ્રૂપની પદાર્પણ ચિહ્નિત કરે છે.
કંપનીએ જણાવ્યું હતું કે ગ્રીનફિલ્ડ યુનિટની સફળ પ્રગતિ જૂથની મોટા પાયે પ્રોજેક્ટ્સનું આયોજન અને અમલ કરવાની ક્ષમતા દર્શાવે છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે,”કચ્છના કોપર પ્લાન્ટની કામગીરીની શરૂઆત સાથે અદાણી ગ્રુપ માત્ર મેટલ સેક્ટરમાં જ પ્રવેશ નથી કરી રહ્યું પરંતુ ભારતને ટકાઉ અને આત્મનિર્ભર ભવિષ્ય તરફ લઈ જઈ રહ્યું છે”.
તેમણે કહ્યું કે,”આ મહત્વાકાંક્ષી, મેગા-કદના પ્રોજેક્ટને પૂર્ણ કરવાની અમારી ગતિ વૈશ્વિક કોપર ક્ષેત્રમાં ભારતને અગ્રેસર બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે, અમે માનીએ છીએ કે ઘરેલું કોપર ઉદ્યોગ પરિપક્વ પર્યાવરણીય વ્યવસ્થાપન સાથે અમારા ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરીને 2070 સુધીમાં કાર્બન તટસ્થતાના આપણા દેશના લક્ષ્યને હાંસલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે”.