[ad_1]
પુલવામામાં CRPFના કાફલા પર હુમલો અને કાવતરું ઘડવા બદલ પાંચ આતંકીઓને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી
આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકીઓને સોમવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. પુલવામામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના કાફલા પર હુમલો કરવા અને કાવતરું ઘડવા બદલ કોર્ટે આ સજા સંભળાવી છે. આ પાંચ આતંકવાદીઓમાં સજ્જાદ અહેમદ ખાનનું નામ પણ સામેલ છે, જેણે પુલવામામાં CRPF કાફલા પર હુમલા દરમિયાન સુરક્ષા દળોની હિલચાલ વિશે માહિતી આપી હતી. પટિયાલા હાઉસ કોર્ટે તમામ 5 આતંકવાદીઓને દેશભરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે યુવાનોની ભરતી અને તાલીમ આપવા બદલ દોષિત ઠેરવ્યા હતા. વિશેષ ન્યાયાધીશ શૈલેન્દ્ર મલિકે સજ્જાદ અહેમદ ખાન, બિલાલ અહેમદ મીર, મુઝફ્ફર અહેમદ ભટ, ઈશ્ફાક અહેમદ ભટ અને મેહરાજુદ્દીનને સજા સંભળાવી છે.
ન્યાયાધીશે આ કેસમાં તનવીર અહેમદ ગનીને પણ પાંચ વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે કહ્યું કે, તમામ દોષિતોએ ભેગા મળીને ભારત વિરૂદ્ધ યુદ્ધ છેડવાનું ષડયંત્ર રચ્યું હતું. તેમણે કહ્યું કે, દોષી ન માત્ર જૈશના સદસ્યો છે પરંતુ તેઓ આતંકવાદીઓને હથિયાર, દારૂગોળો અને લોજિસ્ટિક્સ ઉપલબ્ધ કરાવીને તેમને સહયોગ કરી રહ્યા હતા. આ પાંચ આતંકવાદીઓમાં સજ્જાદ ખાનનું નામ પણ સામેલ છે. જેણે પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલા દરમિયાન સુરક્ષાદળોની અવરજવરની જાણકારી આપી હતી. ન્યાયાધીશે કહ્યું કે,‘આરોપી જમ્મુ કાશ્મીરના સ્થાનિક લોકોને ઉગ્રવાદમાં જવા માટે પ્રેરિત કરવા અને આતંકવાદી કૃત્યોને અંજામ આપવા માટે ધનની વ્યવસ્થા કરવા વગેરેમાં સામેલ હતા.’ કેન્દ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)એ માર્ચ 2019માં આ મામલે પ્રાથમિક ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. નોંધનિય છે કે, જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા પર 2019માં થયેલા આતંકવાદી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા.
GNS NEWS