[ad_1]
(જી.એન.એસ) તા. 22
લખનૌ,
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ઉત્તર પ્રદેશની રિયલ એસ્ટેટ કંપની અંસલ ગ્રુપ વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ કેસ ફાઇલ કરવામાં આવ્યો છે સાથેજ ઈડીએ રાજ્યની લખનૌ પોલીસ કમિશનરેટને એક પત્ર લખીને અંસલ ગ્રુપ વિરુદ્ધ અત્યાર સુધીમાં નોંધાયેલા તમામ કેસોની માહિતી પણ માંગી છે.
યુપીમાં અંસલ ગ્રુપ વિરુદ્ધ ત્રણ ડઝનથી વધુ કેસો નોંધાયેલા છે. મોટા ભાગના કિસ્સાઓ લોભામણી સ્કીમો દ્વારા પ્લોટમાં રોકાણ અને ત્યારપછીની છેતરપિંડી સાથે સંબંધિત છે. લખનૌ પોલીસે અંસલ ગ્રૂપના માલિક સુશીલ અંસલના પુત્ર પ્રણવ અંસલ સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરી હતી અને સપ્ટેમ્બર 2019માં લંડન જતી વખતે દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી હતી.
તેમજ ઈડીએ લખનૌ પોલીસને અંસલ ગ્રુપ વિરુદ્ધ નોંધાયેલા કેસોની તપાસ કર્યા બાદ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ પ્રદાન કરવા પણ કહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લખનૌ પોલીસ સિવાય ઈડીએ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (આરઈઆરએ) અને લખનૌ ડેવલપમેન્ટ ઓથોરિટીને પણ પત્ર લખીને અંસલ જૂથની અનિયમિતતાઓ વિશે સંપૂર્ણ વિગતો આપવા કહ્યું છે. ઈડીએ રેરા દ્વારા હાથ ધરાયેલા અંસલ ગ્રુપનો ફોરેન્સિક ઓડિટ રિપોર્ટ પણ માંગ્યો છે. જયારે અંસલ ગ્રુપ તેના રોકાણકારો અને ગ્રુપ હાઉસિંગની યોજનાઓને મંજૂરી આપતા અધિકારીઓની યાદી એલડીએ પાસેથી મંગાવવામાં આવી છે.
હકીકતમાં રિયલ એસ્ટેટના ઘણા મોટા ખેલાડીઓએ પણ અંસલ ગ્રુપના પ્રોજેક્ટ્સમાં રોકાણ કર્યું હતું. એમઓયુ પર હસ્તાક્ષર કર્યા પછી અંસલ જૂથે તેનું વચન પાળ્યું ન હતું, જેના કારણે ઘણા રોકાણકારો સાથે વિવાદ શરૂ થયો હતો. આ જ રીતે સામાન્ય લોકો જેમણે પોતાનું ઘર બનાવવાની ઇચ્છામાં અંસલ હાઉસિંગમાં રોકાણ કર્યું હતું તેમની સાથે પણ છેતરપિંડી કરવામાં આવી હતી, જે પછી લખનૌમાં પણ ઘણા કેસ નોંધાયા હતા.
આ ઉપરાંત અંસલ ગ્રુપ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ અને દેશના અન્ય ઘણા શહેરોમાં પણ છેતરપિંડીના કેસો નોંધાયા છે જેમાંથી મોટાભાગના કેસો જમીન ખરીદ્યા વિના લોકોને પ્લોટ વેચવાના છે. તાજેતરમાં દિલ્હી પોલીસએ પણ અંસલ જૂથ વિરુદ્ધ એક કેસ દાખલ કર્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.