[ad_1]
(GNS),20
દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગો હવે પહેલા કરતા પણ વધુ મોટી બનવા જઈ રહી છે. કંપનીએ એવિએશન સેક્ટરના ઈતિહાસમાં સૌથી મોટો સોદો કર્યો છે અને યુરોપિયન એરલાઈનને 500 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. એર ઈન્ડિયા માટે ટાટા ગ્રૂપની 470 એરક્રાફ્ટની તાજેતરની ડીલ કરતાં આ સોદો ઘણો મોટો સોદો છે. આ ઓર્ડર સાથે ઈન્ડિગોના કાફલામાં 500 નવા A320 એરક્રાફ્ટ સામેલ થઈ જશે. આ ઓર્ડરથી એરબસ અને ઈન્ડિગો વચ્ચેની ભાગીદારી વધુ મજબૂત બની છે. ઈન્ડિગોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 2006માં તેની સ્થાપના થઈ ત્યારથી તે સતત એરબસ એરક્રાફ્ટ ખરીદી રહી છે.
નવા ઓર્ડરથી બંને કંપનીઓ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનશે. આ ઓર્ડરના એરક્રાફ્ટ સહિત ઈન્ડિગોના કાફલામાં કુલ 1330 એરબસ એરક્રાફ્ટ હશે. એરબસ A320neo એરક્રાફ્ટ અંગે ઈન્ડિગો કહે છે કે આ એરક્રાફ્ટને કારણે તે તેની ઓપરેટિંગ કોસ્ટ ઓછી રાખવામાં અને સારી ઈંધણ કાર્યક્ષમતા જાળવવામાં મદદ કરે છે. આ સાથે, તે વિશ્વાસના ઉચ્ચ ધોરણને પણ અનુસરે છે. ઈન્ડિગોના સીઈઓ પીટર આલ્બર્સનું કહેવું છે કે, ઈન્ડિગોનો આ ઓર્ડર ઐતિહાસિક છે. આગામી દાયકામાં કંપનીની ઓર્ડર બુક 1000 એરક્રાફ્ટની આસપાસ હશે. આનાથી ભારતના આર્થિક વિકાસમાં યોગદાન આપવા અને ગતિશીલતાને વેગ આપવાના ઈન્ડિગોના સંકલ્પને પણ પરિપૂર્ણ થશે. ઈન્ડિગો 300 થી વધુ એરક્રાફ્ટ ચલાવે છે. અગાઉ તેણે 480 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો હતો. જેની સપ્લાય હજુ ચાલુ છે. અને આ સમય દરમિયાન જ નવા 500 એરક્રાફ્ટનો ઓર્ડર આપવામાં આવ્યો છે.