[ad_1]
(જી.એન.એસ),તા.૧૦
નવીદિલ્હી,
એલોપૈથી વિરુદ્ધ ભ્રામક જાહેરાતોના કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણીના એક દિવસ પહેલા યોગગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણે એફિડેવિટ દાખલ કર્યું છે. સુપ્રીમ કોર્ટમાં બુધવારે કેસની સુનાવણી થવાની છે અને તે પહેલા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણે વિના શરતે માફી માગી છે. તેમણે સુપ્રીમ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરવા માટે પણ માફી માગી હતી. સુપ્રીમ કોર્ટમાં દાખલ એફિડેવિટમાં કહેવાયું છે કે, તેઓ જાહેરાત પર રોકના આદેશના એક દિવસ બાદ પ્રેસ કોન્ફ્રેન્સ કરવા માટે પણ માફી માગે છે. આ એફિડેવિટમાં રામદેવ અને બાલકૃષ્ણે વિના શરતે માફી માગવાની વાત કહી છે. તેમણે કોર્ટેને કહ્યું કે, તેઓ હવે કોઈ પ્રેસ વાર્તા અને સાર્વજનિક નિવેદન નહીં આપે અને સુપ્રીમ કોર્ટના આદેશનું અક્ષરશ: પાલન કરશે. કોર્ટમાં દાખલ એફિડેવિટમાં કહેવાયું છે કે, ભવિષ્યમાં આ પ્રકારની જાહેરાત જાહેર કરવામાં આવશે નહીં. કાનૂની મહિમા અને ન્યાયની મહિમાને જાળવી રાખતા વચન આપીએ છીએ. સુપ્રીમ કોર્ટે બુધવારે સુનાવણી કરશે અને બંનેને કોર્ટમાં હાજર થવું પડશે.