[ad_1]
(જી.એન.એસ) તા. 8
કેનબેરા,
હવે જો કોઈ પણ ભારતીયને ઓસ્ટ્રેલિયા ખાતે સ્ટુ઼ડન્ય વિઝા જોઈએ તો 19,576 અમેરિકન ડોલર એટલે 29710 ઓસ્ટ્રેલિયન ડોલરની બચત દેખાડવી જરૂરી છે. તેમજ સાત મહિનાની અંદર ઓસ્ટ્રેલિયાએ સ્ટડન્ટ વિઝા માટે નાણાંની જરૂરિયાતમાં બીજી વખત વધારો કર્યો છે. ઓક્ટોમ્બર મહિનામાં આ રકમ 21000 ઓસ્ટ્રેલિયન ડોલરથી વધારીને 24505 ઓસ્ટ્રેલિયન ડોલર કરાઈ હતી. ત્યારે હવે ફરીથી આ રકમમાં વધારો કરી 29710 ઓસ્ટ્રેલિયન ડોલર કરવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયન સરકાર બાદ સ્થાનિક યુનિવર્સિટીઓ તેમજ કોલેજો દ્વારા પણ કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. કોલેજો દ્વારા હવે જેન્યુઈન ન હોય તેવા લોકોની ભરતી પ્રક્રિયા બંધ કરવી પડશે. તેમજ જો તેવું કરવામાં નહી આવે તો તેમની સામે પગલા ભરવામાં આવશે. ઓસ્ટ્રેલિયામાં વિદેશી સ્ટુડન્ટની સંખ્યા પર અંકુશ મૂકવા માટે ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા સખ્ત પગલા ભરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર બાબતે સરકાર દ્વારા કડક વલણ અપનાવતા કહ્યું કે, જેન્યુઈન સ્ટુડન્ટ ન હોય તેવા લોકોને પ્રવેશ આપવો નહી. તેમજ નાણાંકીય ક્ષમતાથી લઈને અંગ્રેજી ટેસ્ટની સમગ્ર પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે.
કોવિડ સમયે ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા વિદ્યાર્થીઓને છૂટ છાટ આપવામાં આવી હતી. જેથી માઈગ્રેશનમાં રેકોર્ડ સર્જાયો હતો. જે બાદ ઓસ્ટ્રેલિયા દ્વારા સ્ટુડન્ટ વિઝાનાં નિયમોને કડક બનાવ્યા છે. તો બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધવાથી મકાનોનાં ભાડા પણ વધી ગયા છે. જેથી સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ પ્રશ્ન હલ કરવાને બદલે ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા વિદ્યાર્થીઓની સંખ્યા પર અંકુશ મુકવામાં આવ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.