[ad_1]
કાનપુરના સચેંડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેન્કમાં મોડી રાતે ચોરી તઈ હતી, જ્યાં સ્ટ્રોંગ રુમમાંથી ઘરેણાંની ચોરી થઈ હતી. આ ઘરેણાં બેન્કમાં ગોલ્ડ લોનના નામ પર બેન્કમાં જમા હતા. ચોર ટોળકીએ આ કામને પાર પાડવા માટે બેન્કના પાછળના ભાગમાં ખાલી પડેલા પ્લોટમાંથી દિવાલમાં 8 ફુટ લાંબી સુરંગ ખોદી હતી. ચોરી કરવા માટે ચોર ટોળકીએ બેન્કની રેકી કરી અને ખાલી પ્લોટમાંથી સુરંગ ખોદીને સ્ટ્રોંગ રુમમાં એન્ટર થયા હતા. ત્યાં રાખેલા કરોડો રૂપિયાના ઘરેણાં લઈને ફરાર થઈ ગયા હતા.
હાલમા આ ઘટનાની જાણકારી મળતા પોલીસ અધિકારી ફોરેન્સિક ટીમ સાથે બેન્ક અધિકારી પણ ઘટનાસ્થળે પહોંચી પુરાવા એકઠા કરી રહ્યા છે. આ કેસમાં બેન્ક મેનેજર નીરજ રાયે જણાવ્યું છે કે, સ્ટ્રોંગ રુમમાં રાખેલ 1812.18 ગ્રામ ગોલ્ડ જ્વેલરી ગાયબ છે. આ ગોલ્ડ બ્રાન્ચમાં 29 ખાતાધારકો દ્વારા ગોલ્ડ લોન તરીકે બેન્કમાં જમા કરાવી હતી. હાલમાં કાનપુર પોલીસ કમિશનર બીપી જોગદંડે પણ બેન્ક પહોંચીને ઘટના અંગે જાણકારી મેળવી હતી. બેન્કમાં જે રીતે ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે, તેનાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે, ચોરોએ મહિનાથી બેન્ક લોકર અને સ્ટ્રોંગ રુમની રેકી કર્યા બાદ અહીં સુધી પહોંચવા માટે બેન્કના પાછળના ભાગને આવેલા ખાલી પ્લોટમાંથી સુરંગ ખોદી હતી.
આ મામલામાં પોલીસને એવી શંકા છે કે, આ ઘટનામાં બેન્કનો કોઈ કર્મચારી પણ સામેલ છે, જેને લઈને પોલીસે આજે બેન્કમાં રહેલા તમામ કર્મચારી સાથે અલગ અલગ રીતે બોલાવીને તેમની સાથે પુછપરછ થઈ રહી છે. બેન્ક મેનેજર નીરજ રાયે જણાવ્યું છે કે, હાલ બેન્કમાં ઓડિટ ચાલી રહ્યું છે. જેને લઈને મોડી રાતે બેન્કમાં અમુક સ્ટાફ બેસી રહે છે. બેન્કરે જણાવ્યું છે કે, રોડ 3500000 રૂપિયા બેન્કમાં રાખેલા હતા, જે ગોલ્ડ ચેસ્ટની બાજૂમાં જ હતા. લાગે છે કે, ચોરોએ ગોલ્ડને જ ટાર્ગેટ કરીને ચોરી કરી છે.
કાનપુર પોલીસના કમિશ્નર બીપી જોગદંડે જણાવ્યુ છે કે, ચોરોએ રેકી એટલી સ્ટ્રોંગ કરી હતી, તેમણે સુરંગ ખોદીને સીધા સ્ટ્રોંગ રૂમમાં દાખલ થયા અને ગેસ કટરથી ગોલ્ડરનું લોકર કાપીને સુરંગમાંથી પાછા આવી ગયા હતા. ચોરોએ બેન્કની પાછળની દિવાસ એવી રીતે કાપી કે બેન્કનું એલાર્મ પણ ન વાગ્યું, સાથે બેન્કના પાછળના ભાગમાં લાગેલા સીસીટીવી તૂટેલા મળ્યા હતા. 8 ફુટની સુરંગ એવી રીતે ખોદી કે કોઈ રતીભર પણ અણસાર ન આવ્યો. આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે સવારે બેન્ક કર્મી બેન્કમાં આવ્યા અને ચોંકી ગયા હતા.
GNS NEWS