[ad_1]
ચીનમાં કોવિડના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારત ચીનનો પાડોશી દેશ છે આથી અહીં પણ અસર થાય તે સ્વાભાવિક છે. સતત વધી રહેલા કોવિડના કેસ વચ્ચે સ્થિતિ બગડે તો ભારત કોવિડના પડકારને પહોંચી વળવા માટે તૈયાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવી જેમાં સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ ભાગ લીધો. બેઠક દરમિયાન અધિકારીઓએ પીએમ મોદીને દેશમાં કોવિડ-19 કેસની વર્તમાન સ્થિતિ અંગે જાણકારી આપી. ભારતમાં 0.14 ટકાના પોઝિટિવ રેટ સાથે દૈનિક 153ની આજુબાજુ કોવિડ-19 કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 6 અઠવાડિયાથી દુનિયામાં રોજ સરેરાશ 5 લાખ 90 હજાર કેસ નોંધાઈ રહ્યા છે. પીએમ મોદીએ અધિકારીઓને ઓક્સીજન સિલિન્ડર, વેન્ટિલેટર અને સ્ટાફ સહિત હોસ્પિટલનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે કોવિડ સ્પેશિયલ સર્વિસીઝને ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે. આવો જાણીએ ભારત માટે આ પડકાર કેટલો મોટો છે.
ભારત માટે કેટલો જોખમી?તે..જાણો..ઓમિક્રોનનો BF.7 સબ વેરિએન્ટ ચીનમાં હાલ સૌથી મોટું જોખમ બની બેઠો છે. કોરોના વાયરસ સતત મ્યૂટેટ થઈ રહ્યો છે. દર વખતે અલગ અલગ વેરિએન્ટ સામે આવી રહ્યા છે. કોરોના સંક્રમણ ફેલાવનારા અસલ વાયરસને SARS-CoV-2 કહેવામાં આવે છે. ભારતની નેચરલ ઈમ્યુનિટી ખુબ મજબૂત છે. હવે લોકોમાં મલ્ટીલેયર્ડ ઈમ્યુનિટી તૈયાર થઈ છે. હર્ડ ઈમ્યુનિટી પણ બની ગઈ છે. રસીકરણનો ડબલ ડોઝ પણ મોટાભાગની વસ્તીને મળી ચૂક્યો છે. આથી આ વાયરસ ચીન જેટલી તબાહી મચાવી તેવી શક્યતા નહીંવત કહી શકાય. ભારતમાં આ વાયરસ દમ તોડશે તેવું એક્સપર્ટ્સનું માનવું છે. અત્યાર સુધીમાં કેટલા વેરિએન્ટ? તે..જાણો.. કોરોના વાયરસમાં અનેક ફેરફાર જોવા મળ્યા અને અનેક અલગ અલગ વેરિએન્ટ આવ્યા.
દુનિયાભરમાં આ વાયરસના આમ જુઓ તો સાત પ્રકાર જોવા મળ્યા. જેમાં આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા, ઓમિક્રોન, લેમ્બ્ડા, અને મ્યૂ સામેલ છે. સમગ્ર દુનિયામાં આ વેરિએન્ટના સબ વેરિએન્ટ લોકોને સંક્રમિત કરી રહ્યા છે. ભારતમાં કેમ નબળો પડશે BF.7? તે..જાણો.. BF.7 વેરિએન્ટ ઓક્ટોબર 2022થી ભારતમાં છે. ભારતમાં કોવિડ 19ના ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત લોકોની સંખ્યા વધુ છે. CSIR ના ચીફ સાયન્ટિસ્ટ ડો. રાજેશ પાંડેએ કહ્યું કે ‘મોટા ભાગના લોકોને પહેલેથી જ રસી મળી જવાના કારણે CSIR ભારતમાં જોખમી સાબિત થયો નથી.’ આ જ કારણ છે કે ભારતમાં બીએફ.7થી ડરવાની જરૂર નથી. પરંતુ સાવધાની વર્તીને આપણે આ મહામારીને ફેલાતી રોકી શકીએ છીએ. માસ્ક, ટેસ્ટિંગ, ટ્રેકિંગ, જીનોમ સિક્વેન્સિંગ અને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર અપનાવવાની જરૂર છે, જેના વિશે સરકાર પણ એડવાઝરી બહાર પાડી રહી છે.
GNS NEWS