[ad_1]
કેનેડામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે એટલે તેઓ વોટ બેંકની રાજનીતિ કરી રહ્યા છે
(જી.એન.એસ) તા. 5
નવી દિલ્હી,
ભારતીય વિદેશ મંત્રીશ્રી એસ જયશંકરે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, કેનેડામાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે મોટાભાગે ત્યાંની આંતરિક રાજનીતિને કારણે છે અને તેને ભારત સાથે કોઈ લેવાદેવા નથી. વૈશ્વિક સ્તરે ભારતની છબી હવે પહેલા કરતા ઘણી સારી છે પણ કેનેડા એક અપવાદ છે. તમે જોયું હશે કે વિવિધ દેશોના નેતૃત્વ ભારત અને તેના વડાપ્રધાનની પ્રશંસા કરે છે. તેમણે કહ્યું કે ખાલિસ્તાન સમર્થકોનો એક વર્ગ કેનેડાની લોકશાહીનો ઉપયોગ કરી રહ્યો છે, લોબી બનાવી રહ્યો છે અને વોટ બેંક બની રહ્યો છે. કેન્દ્રીય મંત્રીશ્રી જયશંકરે કેનેડાના વડાપ્રધાન ટ્રુડોને ઘેર્યા હતા. તેમણે કહ્યું કે, અમે તેમને ઘણી વખત કહ્યું છે કે તેઓ એવા લોકોને વિઝા, માન્યતા અથવા રાજકીય ક્ષેત્રે સ્થાન ન આપે જેઓ તેમના (કેનેડિયનો માટે) અને અમારા માટે અને અમારા સંબંધોમાં સમસ્યા ઊભી કરી રહ્યા છે, પરંતુ કેનેડિયન સરકારે આ બાબતે કંઈ કર્યું નથી. ભારતે 25 લોકોના પ્રત્યાર્પણની માંગ કરી હતી જેમાંથી મોટાભાગના ખાલિસ્તાન સમર્થકો છે પરંતુ તેઓએ કોઈ ધ્યાન આપ્યું નથી.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેનેડાના વડા પ્રધાન ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ‘સંભવિત રીતે’ ભારતીય એજન્ટો સામેલ હોવાનો આરોપ મૂક્યો હતો ત્યાર બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસ્યા હતા. ભારતે ટ્રુડોના આરોપોને ફગાવી દીધા હતા. વિદેશ મંત્રીએ કહ્યું, કેનેડાએ કોઈ પુરાવા આપ્યા નથી. તેઓ કેટલાક કેસમાં અમારી સાથે કોઈ પુરાવા શેર કરતા નથી પોલીસ એજન્સીઓ અમને સહકાર આપતી નથી. ભારતને દોષ આપવો એ તેમની રાજકીય મજબૂરી છે. કેનેડામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે અને તેઓ વોટ બેંકની રાજનીતિ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ભારતના વડા પ્રધાનનું ઘણા દેશોના વડાઓ દ્વારા ખૂબ સન્માન કરવામાં આવે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.