[ad_1]
ચીનમાં કોરોનાને લઈને ચાલી રહેલા હાહાકાર વચ્ચે ભારત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો રાજ્યોને પત્ર લખી કેટલાક સૂચનો જણાવ્યા છે. જે અંતર્ગત હોટલ-રેસ્ટોરન્ટમાં ભીડ ના કરવા સૂચના આપવામાં આવી છે ત્યાં નાતાલ અને 31 ડિસેમ્બર તથા તહેવારોની ઉજવણીને લઈ એલર્ટ રહેવા સુચના આપી દેવામાં આવી છે. સાથે જ નવા વર્ષની ઉજવણીને લઈ જાહેર જનતાને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો રાજ્યોને પત્ર લખી જે સૂચનો આપવામાં આવ્યા છે તેમા હોટલ રેસ્ટોરન્ટમાં ભીડ ભેગી ન થવા દેવા પણ જણાવાયું છે. તો તહેવારોમાં પણ ભીડ ઉપર કંટ્રોલ રાખવા જણાવાયું છે. સાથે જ જો કોઇ જગ્યા પર ભીડ હોય ત્યાં માસ્ક ફરજિયાત કરવા સૂચના આપી દેવામાં આવી છે.
કોરોના સંદર્ભમાં કેન્દ્ર સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન મુંજબ તમામ રાજ્ય સરકારને પત્ર પાઠવી દેવાયો છે. જો કોઇ વ્યક્તિને તાવ હોય તો RTPCR ટેસ્ટ કરાવવો પડશે. હોટલ રેસ્ટોરન્ટમાં ભીડ ભેગી ન થવી જોઈએ. તહેવારોમાં પણ ભીડ ઉપર કંટ્રોલ જરૂરી અને ભીડ હોય ત્યાં માસ્ક ફરજિયાત કરી દેવાયું છે. આ સાથે જ આવતીકાલે એટલે કે શનિવારથી ભારતીય એરપોર્ટ પર કોરોનાના રેન્ડમ સેમ્પલિંગ શરૂ થશે અને તેનો સમગ્ર ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે. હકીકતમાં કેન્દ્ર સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે ચીન અને જાપાન સહિત ઘણા દેશોમાં કોરોનાનો પ્રકોપ છે. ચીન સહિત લેટિન અમેરિકન દેશોમાં માત્ર કોરોના સંક્રમણ જ ઝડપથી નથી ફેલાઈ રહ્યો પરંતુ મોટી સંખ્યામાં લોકોના મોત પણ થઈ રહ્યા છે. આ જ કારણ છે કે ચીનમાં કોરોનાના પ્રકોપને જોતા ચીન જતી અને આવતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકવાની માંગ પણ થઈ રહી છે.
GNS NEWS