[ad_1]
વૈશ્વિક બજારના નકારાત્મક સંકેતની ભારતીય શેરબજાર પર થઇ અસર
(જી.એન.એસ),તા.૧૫
મુંબઈ,
ગઈકાલે શુક્રવારે ભારતીય શેરબજારમાં વેચવાલી જોવા મળી છે. બજારના મુખ્ય સૂચકાંકો લાલ રંગથી શરૂ થયછે. વૈશ્વિક સંકેતો નકારાત્મક છે. ગિફ્ટ નિફ્ટી 110થી વધુ પોઈન્ટ ઘટીને 22150ની સપાટીએ પહોંચી ગયો છે. એશિયન અને અમેરિકન ફ્યુચર્સ માર્કેટમાં પણ જોરદાર વેચવાલી જોવા મળી રહી છે. આ પહેલા ગુરુવારે સેન્સેક્સ 335 પોઈન્ટ વધીને 73,097 પર બંધ થયો હતો. વિદેશી બજારોના સંકેતો નેગેટિવ છે.અમેરિકન બજારો છેલ્લા સત્રમાં ઘટાડા સાથે બંધ થયા હતા, ડાઉ જોન્સમાં 0.35 ટકા, નાસ્ડેકમાં 0.3 ટકા અને S&Pમાં 0.29 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય યુરોપિયન માર્કેટમાં પણ દબાણ જોવામાં આવ્યું છે. શુક્રવારે એશિયન બજારના સંકેતો પણ નબળા છે.
ગુરુવારે નિફ્ટી પુટ કોલ રેશિયો 0.65 થી વધીને 1.12 થયો છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જો PCR એકથી ઉપર પહોંચે તો બજારમાં વેચાણનું દબાણ વધી શકે છે.NSE એ BHEL નો સમાવેશ 15 માર્ચ માટે F&O પ્રતિબંધ યાદીમાં કર્યો છે. આ સિવાય આદિત્ય બિરલા ફેશન, મન્નાપુરમ ફાઇનાન્સ, નેશનલ એલ્યુમિનિયમ કંપની, પિરામલ એન્ટરપ્રાઇઝ, આરબીએલ બેંક, સ્ટીલ ઓથોરિટી, ટાટા કેમિકલ્સ અને ઝી એન્ટરટેઇનમેન્ટ આ યાદીમાં છે. હિન્દુસ્તાન કોપરને પ્રતિબંધની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું છે.
ભારતીય શેરબજાર શરૂઆતની બેલ પર સ્થિતિ (૧૫ માર્ચ ૨૦૨૪)
સેન્સેક્સ : 72,886.77 −210.51 (0.29%)
નિફ્ટી : 22,064.85 −81.80 (0.37%)
ભારતીય શેરબજાર બંધ થવાની બેલ પર સ્થિતિ (૧૫ માર્ચ ૨૦૨૪)
સેન્સેક્સ : 73,097.28 +335.39 (0.46%)
નિફ્ટી : 22,146.65 +148.95 (0.68%)