[ad_1]
વારી રિન્યુએબલ ટેક્નોલોજીસના શેરના પાંચ વર્ષમાં 1 લાખના 2 કરોડથી વધારે રૂપિયા થયા
(જી.એન.એસ),તા.૩૧
વારી રિન્યુએબલ ટેક્નોલોજીસની શરૂઆત વર્ષ 1999 માં થઈ હતી. કંપની પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત દ્વારા પાવર ઉત્પાદનના વ્યવસાયમાં કાર્યરત છે અને તેના માટે કન્સલ્ટન્સી સર્વિસિસ પણ પ્રદાન કરે છે. વારી એનર્જી ગુજરાતમાં ચીખલી, સુરત અને ઉમરગાંવ ખાતેના તેના પ્લાન્ટમાં 12GW ની ભારતની સૌથી મોટી ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. વારી રિન્યુએબલ ટેક્નોલોજીસના શેર 30 જાન્યુઆરીના રોજ 173.80 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 3644 ના સ્તર પર ખુલ્યો હતો અને 3657.15 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 4.99 ટકાના વધારા સાથે 3656.80 રૂપિયા પર બંધ થયો હતો.
વારી રિન્યુએબલ ટેક્નોલોજીસના શેરના ભાવ 1 ફેબ્રુઆરી, 2019 ના રોજ 17 રૂપિયા હતા. આ ભાવ પ્રમાણે 1 લાખ રૂપિયાના જો શેરની ખરીદી કરવામાં આવી હોય તો 5,882 શેર આવે. આજે એટલે કે, 30 જાન્યુઆરીના રોજ શેરના ભાવ 3656.80 રૂપિયા છે. આજના ભાવ પ્રમાણે જો ગણતરી કરવામાં આવે તો 5,882 શેર X 3656.80 રૂપિયા = 2,15,09,297. એટલે કે 2.15 કરોડ રૂપિયા બની ગયા હોત. તેથી જો કોઈ રોકાણકારે વર્ષ 2019 માં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તેના 2.15 કરોડ રૂપિયા બની ગયા હોત. વારી રિન્યુએબલ દ્વારા સમયાંતરે ડિવિડન્ડ પણ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં કંપનીએ 2 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે. તે મૂજબ ગણતરી કરીએ તો 5882 શેર X 2 રૂપિયા ડિવિડન્ડ = 11,764 એટલે કે 0.12 લાખ રૂપિયા થાય છે. આ રીતે 1 લાખના રોકાણ પર રોકાણકારોને 11,764 રૂપિયાનું ડિવિડન્ડ મળ્યું છે.