[ad_1]
(G.N.S) Dt. 7
નવી દિલ્હી/ગાંધીનગર
આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલની ગાંધીનગર ખાતે પ્રોત્સાહક ઉપસ્થિતી
કેન્દ્રીય બજેટમાં દેશની 10 લાખ આશા બહેનો અને 25 લાખ આંગણવાડી કાર્યકરોને આયુષ્માન કાર્ડથી લાભાન્વિત કરવાની જોગવાઇ અને 9 થી 14 વર્ષની દિકરી માટે સર્વાઇકલ વેક્સિનની પહેલ મહિલા સશક્તિકરણની દિશામાં વધુ એક સરાહનીય કદમ – કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી એસ.પી. વધેલ
પ્રસુતિ પહેલા અને પ્રસુતિ પછી આ કિલકારી સેવા દરેક પરિવાર માટે “સખી” ની ભૂમિકા અદા કરશે – કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી શ્રીમતી ભારતી પવાર
ગુજરાતમાં બાળમૃત્યુ અને માતા મૃત્યુદર ઘટાડવા તેમજ કુપોષણ મુક્ત ગુજરાત બનાવવા આ સરાહનીય પહેલ – આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ
રાજ્યમાં દર વર્ષે થતી 12 લાખ પ્રસુતિ માંથી 99 ટકાથી વધુ ઇન્સ્ટીટ્યુશનલ પ્રસુતિ અટલે કે હોસ્પિટલમાં થાય છે- આરોગ્યમંત્રી
આ વર્ષે રાજ્યની 22 લાખ થી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓને આ સેવાનો લાભ મળશે
સગર્ભાવસ્થાના ચોથા મહિનાથી પ્રસુતિના એક વર્ષ સુધી આ સેવાનો લાભ મળશે
રાજ્યમાં બાળમૃત્યુ અને માતામૃત્યુદર ઘટાડવાની સાથે કુપોષણ નાબૂદી માટે વધુ એક અનુકરણીય પહેલ હાથ ધરવામાં આવી છે.
કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી શ્રીમતી ભારતી પવાર અને શ્રી એસ.પી. વધેલના હસ્તે ગુજરાત અને મહારાષ્ટ્રમાં કિલકારી અને આશા મોબાઇલ એકેડમીનું વર્ચ્યુઅલી લોન્ચીંગ કરીને સેવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
ગર્ભાવસ્થાના ચોથા મહિનાથી લઇ પ્રસુતિના એક વર્ષ સુધી આ એપ મહિલાઓને અને નવજાત બાળકને મદદરૂપ બનશે.
સગર્ભાવસ્થા, બાળજન્મ અને બાળ સંભાળ વિશે મફત, સાપ્તાહિક, યોગ્ય સમયે ૭૨ ઑડિયો સંદેશાઓ સીધા પરિવારોના મોબાઇલ ફોન પર પહોંચાડશે.
કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી એસ.પી. વધેલ કિલકારી એપને મહિલા સશક્તિકરણની દિશામાં વધુ એક પહેલ જણાવી હતી. તેમણે આ વર્ષના બજેટમાં 10 લાખ આશા બહેનો અને 25 લાખ આંગણવાડી કાર્યકરોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ મળનાર જોગવાઇને પણ આવકારી હતી. આ વર્ષના બજેટમાં દેશની 9 થી 14 વર્ષની દિકરીઓને સર્વાઇકલ વેક્સિનેશન અભિયાન અંગેની જોગવાઇ પણ મહિલાઓને ગંભીર રોગ માંથી ઉગારવા માટે આશીર્વાદરૂપ બની રહેશે તેવો ભાવ તેમણે વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી ભારતી પવારે મોબાઇલ સ્વાસ્થ્ય સેવા કિલકારીનો ગુજરાતમાં પ્રારંભ કરાવતા કહ્યું હતું કે, દેશની માતાઓ અને બહેનોના સ્વાસ્થય અને સુરક્ષા માટે અનેક મહિલાલક્ષી યોજનાઓ અમલમાં છે. તે જ રીતે કિલકારી સેવા દરેક માતા અને સગર્ભા મહિલાઓ માટે ઉપિયોગી છે. આ એપના માધ્યમથી દરેક અઠવાડિયે તેમના પોષણયુક્ત આહાર, દવાઓ, સાર સંભાળ, રસી વગેરે સુરક્ષિત ગર્ભાવસ્થા માટે જરૂરી તમામ માહિતી પૂરી પાડવામાં આવે છે. કિલકારીમાં આજદિનસુધી ૭ લાખ થી વધુ કોલ થયા હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.
આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં બાળમૃત્યુ અને માતા મૃત્યુદર ઘટાડવા તેમજ કુપોષણ મુક્ત ગુજરાત બનાવવા આ સરાહનીય પહેલ છે. સગર્ભા અને ધાત્રી માતા માટે 72 મહિના સુધી સારસંભાળ અને કાળજી સંદર્ભે મળનાર વોઇસ મેસેજ ખરા અર્થમાં એક સખીની ભૂમિકા અદા કરશે.
આ પ્રસંગે મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ કે, નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના વડાપ્રધાન હતા ત્યારે મા કાર્ડ, ખિલખિલાટ સેવાઓ, રાજ્ય આરોગ્યની માળખાકીય સવલતોને ઉત્કૃષ્ઠ બનાવવા હાથ ધરેલી વિવિધ પહેલના પરિણામે આજે રાજ્યમાં દર વર્ષે થતી 12 લાખ પ્રસુતિ માંથી 99 ટકા થી વધુ ઇન્સ્ટીટ્યુટશયનલ પ્રસુતિ અટલે કે હોસ્પિટલમાં થાય છે.
પરિવાર નિયોજન, આયર્ન , ફોલિક એસીડ અંગેની જરૂરી જાણકારી, માતા અને બાળક માટે રાખવાની સાર-સંભાળ અને કાળજી, નવજાત બાળક માટે વેક્સિનેશનની જરૂરી માહિતી વોઇશ કોલ- ઓડિયો સંદેશાના મારફતે ફોન પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. વધુમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં લોકોને ઘરે-ઘરે જઇને આરોગ્યની સેવા આપતી આશા બહેનો માટે આશા મોબાઇમોબાઇલ એકેડમીની પણ ગુજરાતમાં શરૂઆત કરવામાં આવેલ છે.
મોબાઈલ એકેડેમીએ મોબાઈલ આધારિત તાલીમ અભ્યાસક્રમ છે જે માતાઓ અને બાળકોના સ્વાસ્થ્યને સુધારવા માટે પરિવારો લઈ શકે તેવા સરળ પગલાંઓ પર આશાના જ્ઞાનને તાજું કરવા અને તેમની ક્ષમતામાં સુધારો કરવા રચાયેલ છે. જે હજારો ASHA ને ગમે ત્યાં અને ગમે ત્યારે એક સાથે મોબાઈલ ફોન દ્વારા તાલીમ આપી શકે છે. જેના કારણે આશા બહેનો વધુ સારી રીતે આરોગ્યની સેવાઓ લોકો સુધી પહોંચાડી શકશે.
ગાંધીનગર ખાતે યોજાયેલ આ સેવાના શુભારંભ પ્રસંગે આરોગ્ય કમિશનર શ્રી હર્ષદ પટેલ, આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટર ડૉ. નયન જાની, ડૉ. નિલમ પટેલ, ડૉ. આર .દિક્ષીત સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.