[ad_1]
ચીનમાંથી સ્ટીલની આયાત પર વધારે ટેરિફ લાદવામાં આવશે : સ્ટીલ મંત્રી એચડી કુમારસ્વામી
(જી.એન.એસ),તા.04
નવી દિલ્હી,
સરકારે ચીનથી આયાત થતા સ્ટીલ પરની આયાત જકાત વધારવાનો સંકેત આપ્યો છે. ભારે ઉદ્યોગ મંત્રીએ આજે એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે ચીનથી ભારતમાં સ્ટીલનું ડમ્પિંગ ચિંતાજનક છે અને સ્થાનિક સ્ટીલ ઉદ્યોગને રાહત આપવા માટે પીએમઓ અને નાણા મંત્રાલય સાથે વાત કરશે. ચીનથી સ્ટીલની આયાત પર કડકાઈની શક્યતા વચ્ચે ભારે ઉદ્યોગ મંત્રી તરફથી ચીનથી સ્ટીલની આયાત પર એક મહત્વપૂર્ણ નિવેદન આવ્યું છે. જેમાં તેણે કહ્યું છે કે તે ચીનમાંથી ડમ્પિંગ રોકવા માટે દરેક શક્ય પગલાં લેશે. તેમણે એમ પણ કહ્યું કે ચીનમાંથી સ્ટીલની આયાત પર વધુ ટેરિફ લાદવામાં આવશે. સ્થાનિક સ્ટીલ ઉદ્યોગના હિતમાં પગલાં લેવામાં આવશે. આ માટે પીએમઓ અને નાણા મંત્રાલય સાથે વાતચીત કરવામાં આવશે. ચીનમાંથી સ્ટીલની આયાત પરની ડ્યૂટી 7.5 ટકાથી વધારીને 10-12 ટકા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવે તેવી શક્યતા છે. ચીનથી ભારતમાં સ્ટીલનું ડમ્પિંગ ચિંતાજનક છે.
ભારતીય શેરબજારમાં કૂલ 132 સ્ટિલ ઉત્પાદન કંપનીઓ લિસ્ટેડ છે,આ સિવાય પણ ઘણી કંપનીઓ છે જે સ્ટિલ ઉત્પાદન ક્ષેત્રે કામ કરે છે, હવે ચાઇનાથી આવતી સ્ટિલની આયાતમાં ડ્યુટી વધારવામાં આવે છે, ભારતીય સ્ટિલ ઉદ્યોગ અને રોજગારીને ફાયદો થવાની શક્યા છે, ચીન પછી ભારત બીજા નંબરે સ્ટિલ ઉત્પાદન દેશ છે,ચીનમાં સ્ટિલનું ઉત્પાદન વધારે અને માંગ ઓછી જવા પામી છે, જેના કારણે ચીન ભારતને સસ્તા ભાવે સ્ટિલ મોકલે છે, જેની સિધી અસર ભારતના સ્ટિલ ઉદ્યોગ અને રોજગાર પર પડે છે, ચીન આયાત બંધ થશે તો ભારતના સ્ટિલ ઉત્પાદનને પ્રોત્સાહન મળશે, ઉપરાંત રોજગારીમાં પણ વધારો થશે. આ ઉપરાંત સ્ટિલ ઉદ્યોગને પ્રોત્સાહન મળવાથી સામાન્ય માણસને પણ લાભ થશે, કારણ કે સ્ટિલ ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતી વીજળી પર સરકાર સબસીડી આપતી નથી, સરકાર આ આવકનો ઉપયોગ સામાન્ય માણસને સબસીડી આપવા માટે કરે છે, એવી જ રીતે રેલવે પણ સ્ટિલને લાવવા લઇ જવા માટે વધારે ભાડુ વસુલ કરે છે. જેની રાહત સામાન્ય માણસને મળે છે. આવનારા સમયમાં સ્ટિલના ભાવમાં ભાવમાં વધારો થાય તો સ્ટિલના શેરમાં તેજી આવવાના સંકેત છે. મહત્વનું છે કે ભારતમાં સ્ટિલ ઉત્પાદનનો વિકાસ લોકો માટે ખુબ મહત્વનો સાબિત થશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.