[ad_1]
(જી.એન.એસ),તા.૦૯
નવીદિલ્હી,
ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે સોનાના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો છે. ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. ચીન અને ભારતની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની ખરીદી અને સુરક્ષિત રોકાણની માંગને કારણે સોનાને ટેકો મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં સોનાની કિંમત નવી ટોચે પહોંચી છે. હવે સોનાએ 71 હજારની સપાટી પણ ક્રોસ કરી લીધી છે અને હાલ 1.30 એટલે કે આ સમાચાર લખાયા તે સમયે સોનાનો ભાવ 73,700 પ્રતિ 10 ગ્રામ પહોંચ્યો છે. સ્થાનિક વાયદા બજારમાં સોનાની કિંમત નવા રેકોર્ડ પર પહોંચી ગઈ છે. સવારે 11. 15 વાગ્યાની આસપાસ એમસીએક્સ પર સોનું રૂ. 71, 128 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું, જે શરૂઆતના વેપારમાં રૂ. 71,150 પ્રતિ 10 ગ્રામની સર્વકાલીન ટોચે પહોંચી ગયું હતું. ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે, જે 81,915 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યો છે. આ પહેલા સોમવારે ચાંદીએ પ્રથમ વખત 82,100 રૂપિયાની રેકોર્ડ સપાટી વટાવી હતી. પણ હાલ 1.30 સોનાના ભાવ 73,700 પર છે.
આ વર્ષે, તુર્કી, ભારત, ચીન, કઝાકિસ્તાન સહિત કેટલાક પૂર્વ યુરોપિયન દેશોની મધ્યસ્થ બેંકો સતત સોનાની ખરીદી કરી રહી છે. ફેડ પોલિસી જૂનમાં વ્યાજદરમાં ઘટાડો કરે તેવી ધારણા છે. આ ઉપરાંત સુરક્ષિત રોકાણની માંગ પણ વધી છે. આ તમામ ટ્રિગર્સથી સોનાને સપોર્ટ મળી રહ્યો છે. COMEX પર, સોનું પ્રથમ વખત $ 2,357 પ્રતિ ઓન્સ પર પહોંચ્યું હતું. ચાંદી પણ 28 ડોલર પ્રતિ ઓન આસપાસ ટ્રેડ કરી રહી છે. સોનાના ભાવ રેકોર્ડ ઊંચા સ્તરે છે. તેની કિંમત સતત વધી રહી છે. છેલ્લા 18 દિવસમાં સોનાની કિંમતમાં લગભગ 8 હજાર રૂપિયાનો વધારો થયો છે. સ્થિતિ એવી છે કે હવે સોનામાં રોકાણ કરવું નિયંત્રણ બહાર છે. ભાવ વધારાને કારણે બુલિયન માર્કેટમાં પણ કારોબાર ધીમો પડી ગયો છે. ગ્રાહકોની સાથે જ્વેલરીના વેપારીઓ પણ સમજી શકતા નથી કે આ ભાવ ક્યાં અટકશે.