[ad_1]
જાવેદ અખ્તર પોતાની વાતને બિંદાસ કહેવા માટે જાણિતા છે. પરંતુ આ વાત ક્યારેક ક્યારેક તેમના પર ભારે પણ પડી જાય છે. તેમના એક નિવેદનથી જાણે ફરી એકવાર એક સંગ્રામ શરૂ થઇ ગયો છે. તમને જણાવી દઇએ કે આ વિવાદિત નિવેદન કોમન સિવિલ કોડ વિશે વાત કરતાં આપ્યું હતું અને સમજાવ્યો હતો કોમન સિવિલ કોડનો અર્થ..તે જાણો શું કહ્યું હતું સિવિલ કોડ વિષે… એક ઇન્ટરવ્યુંમાં કોમન સિવિલ કોડનો અર્થ સમજાવતા જાવેદ અખ્તરે કહ્યું કે મારે એક પુત્ર અને એક પુત્રી છે. જો મારે મારી પ્રોપર્ટી આપવી હોય તો હું તેના બે બરાબર ભાગ કરીશ.
જાવેદ અખ્તરે આગળ કહ્યું કે કોમન સિવિલ કોડનો અર્થ ફક્ત તમામ સમુદાયો માટે એક કાયદો હોવો જોઇએ નહી પરંતુ સ્ત્રી અને પુરૂષો માટે પણ એક કાયદો હોવો. જાવેદ અખ્તર જ્યાં પોતાના શબ્દોના લીધે લોકોના દિલ જીતે છે તો બીજી તરફ ઘણીવાર તેમના શબ્દ લોકોનું દિલ ચીરી લે છે. જોકે આ દરમિયાન જાવેદ અખ્તરે કહ્યું કે જો પુરૂષોને એકથી વધુ બેગમ રાખવાનો અધિકાર (Right) આપવામાં આવ્યો છે તો સ્ત્રીઓને પણ એકથી વધુ પતિ રાખવાનો હક મળવો જોઇએ. જો આવું નથી તો આ બરાબરી કેવી થઇ.
આ નિવેદન બાદ કેટલાક લોકોએ મળીને જાવેદ અખ્તરના વિરૂદ્ધ અવાજ ઉઠાવવાની વાત પણ કહી છે. જાવેદ અખ્તરના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર જોરદાર બબાલ મચી છે. ઘણા લોકોએ લેખના આ નિવેદન પર વાંધો વ્યક્ત કરતાં માફી માંગવાની માંગ પણ કરી છે. સૈફ અબ્બાસ નકવીએ જાવેદ અખ્તરના આ નિવેદનને શરમજનક ગણાવ્યું છે. જોકે ઘણા લોકો જાવેદ અખ્તરની વાતને સપોર્ટ કરતાં પણ જોવા મળ્યા.
GNS NEWS