[ad_1]
એશિયા ઈન્ડેક્સ પ્રાઈવેટે બીએસઈના અનેક ઈન્ડેક્સમાં ફેરફારની જાહેરાત કરી
(જી.એન.એસ),તા.૦૩
મુંબઈ,
જિયો ફાઈનાન્શિયલ સર્વિસીઝનો એસ એન્ડ પી બીએસઈ લાર્જ કેપ ઈન્ડેક્સમાં સમાવેશ કરાયો છે. એશિયા ઈન્ડેક્સ પ્રાઈવેટે બીએસઈના અનેક ઈન્ડેક્સમાં ફેરફારની જાહેરાત કરી છે. એશિયા ઈન્ડેક્સ એ એસ એન્ડ પી ડાઉ જોન્સ ઈન્ડાઈસીસ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જની પાર્ટનરશિપ છે.
એસ એન્ડ પી બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં ટાટા ટેક્નોલોજીઝ, ઈરેડા, જેએસડબ્લ્યુ ઈન્ફ્રાનો સમાવેશ કરાયો છે. આ તમામ ફેરફારનો અમલ 18 માર્ચ, 2024થી થશે. બીએસઈ લાર્જકેપ અને મિડકેપ ઈન્ડેક્સમાંથી કોઈ શેરની બાદબાકી કરવામાં નથી આવી. મતલબ કે તેનો વ્યાપ વધારાયો છે.
બીએસઈ ઓલકેપ ઈન્ડેક્સમાં 58 સ્ટોક્સનો ઉમેરો કરાયો છે, જ્યારે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં 54 સ્ટોક્સનો સમાવેશ કરાયો છે. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં જે કેટલાક નોંધપાત્ર ફેરફાર કરાયા છે તેમાં સેલો વર્લ્ડ, હોનાસા કન્ઝ્યુમર, કોન્કોર્ડ બાયોટેક, ટીવીએસ હોલ્ડિંગ્સ, બજાજ ઈલેક્ટ્રિકલ્સ, હેપ્પી ફોર્જિંગ્સ, ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈનોક્સ ઈન્ડિયા, વગેરેનો સમાવેશ કરાયો છે.