[ad_1]
(જી.એન.એસ) તા. 28
રાંચી,
કથિત જમીન કૌભાંડન કેસમાં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન ને હાઈકોર્ટે જામીન આપ્યા છે. આ કેસમાં 13 જૂને કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ઘણા મહિનાઓથી જેલમાં હતા. ડોક્યુમેનટેશન પૂરા થતાંની સાથેજ તેઓ ટૂંક સમયમાં જેલમાંથી બહાર આવશે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ટીમે રાંચી જમીન કૌભાંડ કેસમાં પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની 31 જાન્યુઆરી 2024 ના રોજ ધરપકડ કરી હતી, ત્યારબાદ તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ધરપકડ બાદથી તે જેલમાં હતા. તેમની ધરપકડ કરતા પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) દ્વારા તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા અને લાંબી પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. સોરેન પછી પાર્ટીના વરિષ્ઠ નેતા ચંપાઈ સોરેને મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું.
સોરેનના વકીલોએ જણાવ્યું હતું કે વર્ષ 2009-10માં જ્યારે હેમંત સોરેન પર આ જમીન પર અતિક્રમણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, ત્યારે આ અંગે કોઈ ફરિયાદ નોંધવામાં આવી ન હતી. એપ્રિલ 2023 માં, ઈડી એ આ કેસમાં કાર્યવાહી શરૂ કરી અને માત્ર કેટલાક લોકોના મૌખિક નિવેદનના આધારે, કહેવામાં આવ્યું કે આ જમીન હેમંત સોરેનની છે. હેમંત સોરેને તેના પર ક્યારે, ક્યાં અને કેવી રીતે કબજો કર્યો તે અંગે ઈડી પાસે કોઈ પુરાવા નથી. આ કઇ બીજું નથી પણ રાજકીય બદલો લેવાનો મામલો છે. અહીં, ઈડી વતી, સહાયક સોલિસિટર જનરલ એસવી રાજુએ અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ પૂરતા પુરાવા છે કે હેમંત સોરેન બરિયાતુમાં 8.86 એકર જમીન પર ગેરકાયદેસર કબજો ધરાવે છે. આ જમીનના દસ્તાવેજોમાં હેમંત સોરેનનું નામ નોંધાયેલું ન હોવા છતાં, જમીન પર ગેરકાયદે કબજો કરવો એ ગુનો છે. આ જમીન પર બેન્ક્વેટ હોલ બનાવવાની તેમની યોજના હતી, જેનો નકશો તેમના નજીકના મિત્ર વિનોદ સિંહે તેમના મોબાઈલ પર મોકલ્યો હતો. હેમંત સોરેન ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિ છે અને તેમણે રાજ્યના તંત્રનો દુરુપયોગ કરીને પોતાને બચાવવાના અનેક પ્રયાસો કર્યા હતા. જો તેમને જામીન આપવામાં આવે તો તેઓ ફરીથી તપાસને ખોરવવાનો પ્રયાસ કરી શકે છે.
પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન છેલ્લા 5 મહિનાથી જેલમાં હતા. દરમિયાન તેમને કેટલાક કાર્યક્રમમાં હાજરી આપવા માટે થોડા દિવસો માટે જામીન આપવામાં આવ્યા હતા પરંતુ ત્યાર બાદ તેઓ ફરી જેલમાં ગયા હતા. જોકે હવે હાઈકોર્ટે તેમને મોટી રાહત આપતા જામીન મંજૂર કર્યા છે. હેમંત સોરેનની જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે, હેમંત સોરેને આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, આ મની લોન્ડરિંગનો કેસ નથી પરંતુ રાજકીય બદલો લેવાનો છે. કેન્દ્ર ઈડી નો દુરુપયોગ કરી રહ્યું છે. વિનોદ સિંહના વોટ્સએપ ચેટમાં જે 8.86 એકર જમીન પર બેન્ક્વેટ હોલ બનાવવાનું કહેવામાં આવી રહ્યું છે આ તે જમીનની નથી. આ માત્ર ઈડી નો અંદાજ છે. સદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસની હજુ તપાસ ચાલી રહી છે. ઈડી કોર્ટે ચાર્જશીટ પર સંજ્ઞાન લીધું છે, તેથી અરજી દાખલ કરવામાં આવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.