[ad_1]
(જી.એન.એસ),તા.૧૮
મુંબઈ,
લોજિસ્ટિક્સ સેક્ટરની કંપની ટાઈગર લોજિસ્ટિક્સ ઈન્ડિયાએ સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતી અનુસાર, સ્ટોક સ્પ્લિટ 1:10 ના રેશિયોમાં હશે. તેનો મતલબ એ છે કે 10 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા શેર 1 રૂપિયાની ફેસ વેલ્યુના 10 શેરમાં સ્પ્લિટ થશે. કંપનીએ કહ્યું કે આ નિર્ણયથી શેરની લિક્વિડિટી વધશે જેથી નાના શેરહોલ્ડર્સ અથવા રોકાણકારો પણ ટાઈગર લોજિસ્ટિક્સના શેર ખરીદી શકશે. કંપનીએ સ્ટોક સ્પ્લિટ માટે 4 માર્ચની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. ટાઈગર લોજિસ્ટિક્સ એ વૈશ્વિક લોજિસ્ટિક્સ કંપની છે. તે કાર્ગો પ્રોજેક્ટ્સની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય આયાત અને નિકાસનું સંચાલન કરે છે. કંપનીની શરૂઆત વર્ષ 2000માં થઈ હતી.
ગયા શુક્રવારે 16 ફેબ્રુઆરીના રોજ ટાઇગર લોજિસ્ટિક્સના શેર અંદાજે 3 ટકાના વધારા સાથે 809.35 રૂપિયા પર બંધ થયો હતો. છેલ્લા 4 વર્ષમાં કંપનીના શેરે બમ્પર રિટર્ન આપ્યું છે. 19 માર્ચ, 2020 ના રોજ ટાઇગર લોજિસ્ટિક્સના શેરના ભાવ 25.5 રૂપિયા હતા. તે ભાવથી 16 ફેબ્રુઆરીના બંધ ભાવ સુધી શેરના ભાવમાં લગભગ 3073.92 ટકાનો ઉછાળો આવ્યો છે. જો કોઈ રોકાણકારે કોરોનાના સમયગાળા દરમિયાન 25.5 રૂપિયાના સ્તર પર શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય અને અત્યાર સુધી શેર રાખ્યા હોય, તો તેની વેલ્યુ હાલ 31.73 લાખ રૂપિયાથી વધારે થઈ ગઈ હોત. આ ગણતરી મૂજબ કોઈ ઈન્વેસ્ટર્સે 50,000 રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આ રકમ અંદાજે 15.86 લાખ રૂપિયાથી વધારે બની ગઈ હોત. જો આપણે છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો ટાઈગર લોજિસ્ટિક્સના શેરમાં 113 ટકાનો વધારો થયો છે. ડિસેમ્બર 2023 ના અંત સુધીમાં, ટાઇગર લોજિસ્ટિક્સમાં પ્રમોટરોનો હિસ્સો 57.10 ટકા હતો. BSE અનુસાર કંપનીનું કુલ માર્કેટ કેપ 855 કરોડ રૂપિયાથી વધારે છે.