[ad_1]
(જી.એન.એસ),તા.૦૭
મુંબઈ,
કોમર્શિયલ એન્જિનિયર્સ એન્ડ બોડી બિલ્ડર્સ કંપની લિમિટેડ એટલે કે CEBBCO મુખ્યત્વે કોમર્શિયલ વાહનો, રેલ ફ્રેઈટ વેગન અને લોડ બોડી ધરાવતા મેટલ ફેબ્રિકેશનના ઉત્પાદન સાથે સંકળાયેલા છે. કોલકાતા સ્થિત કંપની જ્યુપિટર વેગન્સ રેલવે માલવાહક વેગન, પેસેન્જર કોચ, સ્ટીલ ક્રોસિંગ અને કાસ્ટિંગનું ઉત્પાદન કરે છે. ભારતીય રેલવે સહિત ઘણી ખાનગી કંપનીઓ તેના ગ્રાહકોની યાદીમાં છે. જ્યુપિટર વેગન્સે એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું છે કે, કંપનીને 2237 BOSM વેગનનું ઉત્પાદન અને સપ્લાય કરવાનો ઓર્ડર મળ્યો છે. આ વેગનનો ઉપયોગ કોલસો, ઓર જેવી જથ્થાબંધ સામગ્રીના પરિવહન માટે થાય છે. આ કમ્પાર્ટમેન્ટ્સ સામાનના સરળ લોડિંગ અને અનલોડિંગ માટે સાઇડ-ઓપનિંગ મિકેનિઝમ્સ સાથે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
જ્યુપિટર વેગન્સના શેર આજે 7 માર્ચના રોજ 8.45 રૂપિયાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. શેર 398 ના સ્તર પર ખુલ્યો હતો અને 398 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 2.33 ટકાના વધારા સાથે 370.50 રૂપિયાના સ્તર પર છે. શેરનું 52 વીકનું હાઈ લેવલ 398 રૂપિયા અને 52 સપ્તાહનું નીચું લેવલ 368 રૂપિયા છે. છેલ્લા 6 મહિનામાં જ્યુપિટર વેગન્સના શેરે ઈન્વેસ્ટર્સને -6.90 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 1.50 ટકા ઘટ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 259.70 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 265.70 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 596.89 ટકાનું રિટર્ન આપ્યું છે. જ્યુપિટર વેગન્સમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 70.1 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 26.6 ટકા છે. કંપનીમાં કુલ 1,27,324 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 15240 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 374 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 269 કરોડ રૂપિયા છે.