[ad_1]
(જી.એન.એસ),તા.૨૧
મુંબઈ,
ડ્રોન બનાવતી કંપની ઝેન ટેક્નોલોજીસ લિમિટેડને અનેક ઓર્ડર મળી રહ્યા છે. તેનો ફાયદો શેર પર દાવ લગાવનારા રોકાણકારોને થઈ રહ્યો છે. સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે 21 ફેબ્રુઆરીના રોજ કંપનીએ નવા ઓર્ડરની જાહેરાત કરી છે. ત્યારબાદ ઝેન ટેક્નોલોજીસના શેરમાં જોરદાર વધારો થયો છે અને તેના ભાવ 826.10 રૂપિયાના સ્તર પહોંચ્યા હતા. બપોર બાદ આ શેર પર રોકાણકારોએ પ્રોફિટ બુક કર્યો, જેના કારણે શેર 800 રૂપિયા સુધી નીચે આવ્યો હતો. ઝેન ટેક્નોલોજીસ લિમિટેડે સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતી અનુસાર, તેને સંરક્ષણ મંત્રાલય તરફથી ઓર્ડર મળ્યો છે. હૈદરાબાદ સ્થિત આ કંપનીએ 21 ફેબ્રુઆરી, 2024ના રોજ શેરબજારોને જણાવ્યું કે, તેને સંરક્ષણ મંત્રાલય તરફથી 93 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં ઓર્ડર અંગેની માહિતી જણાવી નથી.
ગયા અઠવાડિયે ઝેન ટેક્નોલોજીના MD અશોક અટલુરીએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2025માં કંપનીની આવક બમણી થઈને 900 કરોડ રૂપિયા થઈ જશે. તેમણે કહ્યુ કે, સ્પર્ધાત્મક વિદેશી ઉત્પાદકો અને વિક્રેતાઓ દ્વારા પ્રદાન કરવામાં આવતી વસ્તુઓના ભાવ ઝેન ટેક્નોલોજીસ દ્વારા ઓફર કરવામાં આવતી વસ્તુઓ કરતાં ઘણી વધારે છે, જે કંપનીને સ્પર્ધાત્મક લાભ આપે છે. આ ઉપરાંત ઈન્સ્ટોલેશન અને રિમોટ મેન્ટેનન્સ જેવા નિકાસ માટે જરૂરી વધારાના કામને કારણે કંપનીને માર્જિનમાં વૃદ્ધિનો ફાયદો થાય છે. તેમણે આગળ જણાવ્યું હતું કે, કંપનીના એન્ટિ-ડ્રોન સર્વિસ સેગમેન્ટમાં માર્જિન થોડું ઓછું છે અને સ્ટિમ્યુલન્ટ સેગમેન્ટમાં માર્જિન વધારે છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં ઝેન ટેક્નોલોજીસની આવક ગયા વર્ષના 32.93 કરોડ રૂપિયાની સરખામણીએ 197.6 ટકા વધીને 98 કરોડ રૂપિયા થઈ હતી. નફો લગભગ પાંચ ગણો વધીને 31.66 કરોડ રૂપિયા થયો હતો. કંપનીએ કહ્યું હતું કે 31 ડિસેમ્બર, 2023 સુધી તેની કુલ ઓર્ડર બુક લગભગ 1435 કરોડ રૂપિયા છે.