[ad_1]
દિલ્હીમાં હવાની ગુણવત્તા કરાબ થવાને કારણે ફરીથી નિર્માણ અને તોડફોડની ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હવા ગુણવત્તા મેનેજમેન્ટ આયોગે રવિવારે એક્યૂઆઈ (AQI) ગંભીર શ્રેણીમાં પહોંચતા આ નિર્ણય લીધો છે. ગયા મહિને પણ, કેન્દ્રની એર ક્વોલિટી પેનલે અધિકારીઓને દિલ્હી-એનસીઆરમાં આવશ્યક પ્રોજેક્ટ્સ સિવાય તમામ બાંધકામ અને ડિમોલિશન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો હતો.
થોડા સમય બાદ એક્યૂઆઈમાં સુધાર થવા પર તે પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો હતો. પરંતુ ફરી હવાની ગુણવત્તા ખરાબ થવાને કારણે આ પ્રતિબંધ લાગૂ કરી દેવામાં આવ્યો છે. દિલ્હીમાં રવિવારે એક્યૂઆઈ 400 પહોંચી ગયો, જે શનિવારે નોંધાયેલા એક્યૂઆઈથી પણ ખરાબ હતો. ભારત હવામાન વિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક વિજય સોનીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં વાયુ ગુણવત્તા લગભગ 400ના એક્યૂઆઈની સાથે ગંભીર શ્રેણીમાં છે, પરંતુ આજે સાંજધી રાષ્ટ્રીય રાજધાનીની વાયુ ગુણવત્તામાં સુધાર થવાની સંભાવના છે.
સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ અનુસાર શનિવારે દિલ્હીમાં વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 323 નોંધવામાં આવ્યો હતો. દિલ્હીની વાયુ ગુણવત્તા સતત પાંચમાં દિવસે ખુબ ખરાબ શ્રેણીમાં રહી. તો શુક્રવારે સવારે એક્યૂઆઈ 335 રેકોર્ડ કરવામાં આવ્યો હતો. દરમિયાન, નોઈડામાં પણ AQI 379 પર ‘ખૂબ નબળી’ કેટેગરીમાં પહોંચી ગયો. 0 થી 100 સુધીની હવા ગુણવત્તા સૂચકાંક સારી માનવામાં આવે છે, જ્યારે 100 થી 200 મધ્યમ, 200 થી 300 નબળી, 300 થી 400 અત્યંત નબળી અને 400 થી 500 કે તેથી વધુ ગંભીર માનવામાં આવે છે.
GNS NEWS