[ad_1]
દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ
(જી.એન.એસ) તા. 12
નવી દિલ્હી,
દેશની રાજધાની દિલ્હીની બે હોસ્પિટલો બુરારી સરકારી હોસ્પિટલ અને સંજય ગાંધી હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. આ ધમકી મળ્યા બાદ પોલીસ વિભાગ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
આ ઘટના બાબતે મળતી માહિતી મુજબ હોસ્પિટલ મેનેજમેન્ટે પોલીસને ધમકીભર્યા ઈમેલની ફરિયાદ કરી હતી. આ પછી પોલીસની ટીમ ઝડપથી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ ઉપરાંત ફાયર વિભાગ, બોમ્બ અને ડોગ સ્કવોડની ટીમો પણ ત્યાં પહોંચી ગઈ છે. હોસ્પિટલના દરેક ખૂણે ખૂણે સર્ચ કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલો દ્વારા ફરિયાદ મળ્યા બાદ પોલીસ ઉપરાંત ફાયર વિભાગ અને તમામ એજન્સીઓ, બોમ્બ અને ડોગ સ્કવોડ ઘટનાસ્થળે પહોંચી સઘન તપાસ કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. જો કે, હજુ સુધી હોસ્પિટલ પરિસરમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.