[ad_1]
(જી.એન.એસ) તા. 27
નવી દિલ્હી,
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે દેશની સર્વોચ અદાલત સુપ્રીમ કોર્ટમા એક અરજી કરી છે કે તેમના વચગાળાના જામીન 7 દિવસ માટે લંબાવવામાં આવે. વચગાળાના જામીન લંબાવવા માટે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમને ડોકટરો દ્વારા કહેવામાં આવેલ મેડિકલ ટેસ્ટ કરાવવા પડશે.
આ બાબતે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલમાં દેખાતા લક્ષણો કિડનીની ગંભીર સમસ્યા અથવા તો કેન્સર પણ સૂચવે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ 21 માર્ચે દિલ્હી લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. આ પછી, 10 મેના રોજ, સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે 1 જૂન સુધી વચગાળાના જામીન આપવાનો નિર્ણય કર્યો. તેમને 2 જૂને આત્મસમર્પણ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.
સૂત્રો દ્વારા મળતા અહેવાલ મુજબ, આપ નેતા આતિશીએ કહ્યું, “અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં તેમના વચગાળાના જામીન 7 દિવસ વધારવા માટે અરજી કરી છે. જ્યારે તેઓ ઈડી જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા ત્યારે તેમનું વજન 7 કિલો ઘટી ગયું હતું.” તેમણે કહ્યું, “અચાનક વજન ઘટવું એ ડોક્ટરો માટે ચિંતાનો વિષય છે. કસ્ટડીમાંથી બહાર આવવા છતાં અને મેડિકલ ઓબ્ઝર્વેશનમાં હોવા છતાં તેમનું વજન ફરી વધી રહ્યું નથી.”
આતિશીએ કહ્યું કે દિલ્હીના સીએમના ટેસ્ટમાં ખબર પડી છે કે તેમનું કીટોન લેવલ ખૂબ જ વધી ગયું છે. તેમણે કહ્યું, “કીટોનના ઊંચા સ્તરો સાથે અચાનક વજન ઘટવું એ ઘણી ગંભીર બીમારીઓનું પણ સંકેત હોઈ શકે છે, જેમાં કેન્સરની સાથે કિડનીને નુકસાન પણ સામેલ છે.” આતિશીએ જણાવ્યું કે ડોક્ટરોએ કેજરીવાલને સલાહ આપી છે કે તેમને તેમના આખા શરીરનું PET સ્કેન અને અન્ય ટેસ્ટ કરાવવા પડશે. વધુમાં જણાવતા આતિશીએ કહ્યું હતું કે, “આવા રોગોની વહેલી શોધ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ ઝડપથી વિકસતા રોગો છે. તેથી જ અમે 7 દિવસનો સમય વધારવા માટે કહ્યું છે, જેથી કેજરીવાલ આ પરીક્ષણો કરાવી શકે. તેમજ કોઈપણ દવા શરૂ કરવાની જરૂર છે, તેઓ પછી 9મી જૂને એક અઠવાડિયા પછી આત્મસમર્પણ કરી શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.