[ad_1]
(જી.એન.એસ),તા.૧૩
નવીદિલ્હી,
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) બનાવનાર લલિત મોદીનું બિઝનેસ ગ્રુપ ઘણા સેક્ટરમાં કામ કરે છે પણ હવે તે પોતાનો રિટેલ બિઝનેસ વેચવા જઈ રહ્યા છે, જે દેશભરમાં ’24 Seven’ સ્ટોર ચલાવે છે. તો શું આ પછી દેશભરમાં ’24 seven’ સ્ટોર્સ બંધ થઈ જશે? ‘ગોડફ્રે ફિલિપ્સ’ લલિત મોદીના બિઝનેસ ગ્રુપ મોદી એન્ટરપ્રાઇઝિસની ફ્લેગશિપ કંપની છે. તે ગોલ્ડ ફ્લેકથી લઈને રેડ એન્ડ વ્હાઇટ અને કેવેન્ડર્સ સુધીની સિગારેટ બનાવે છે. તે ફિલિપ મોરિસ સાથેના લાયસન્સ કરાર હેઠળ માર્લબોરો બ્રાન્ડ સિગારેટનું ઉત્પાદન અને વેચાણ પણ કરે છે. આ જ કંપની રિટેલ સેક્ટરમાં ’24 Seven’ નામથી જનરલ સ્ટોર ચલાવે છે, જ્યાં કરિયાણા અને રેસ્ટોરન્ટ બંને સેવાઓ ઉપલબ્ધ છે. ત્યારે કેમ 24 Seven સ્ટોર બંધ કરવાને લઈને ચર્ચા ચાલી રહી છે? ગોડફ્રે ફિલિપ્સ ઈન્ડિયાનું કહેવું છે કે તેનો રિટેલ બિઝનેસ ખોટમાં ચાલી રહ્યો છે. તેથી કંપનીએ ‘24 Seven’ સ્ટોરનો બિઝનેસ વેચવાનો નિર્ણય કર્યો છે.
ગોડફ્રે ફિલિપ્સ ઈન્ડિયાએ શુક્રવારે શેરબજારને આ અંગે માહિતી આપી હતી. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શુક્રવારે મળેલી બેઠકમાં નિર્ણય લીધો હતો કે તે તેના રિટેલ સેગમેન્ટની કામગીરીમાંથી બહાર નીકળી જશે. Godfrey Phillips Indiaમાં ડિસેમ્બર 2023 સુધીમાં સમગ્ર દેશમાં 150 સ્ટોર્સ છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે તેણે તેના રિટેલ બિઝનેસની સમીક્ષા કર્યા બાદ, લોકો પાસેથી પ્રતિસાદ લીધા બાદ અને તેની ભવિષ્યની સંભાવનાઓને ધ્યાનમાં લીધા બાદ આ નિર્ણય લીધો છે. રિટેલ વેપારમાંથી નીકળવાં જરૂરી ઔપચારિકતાઓ પૂરી કરવામાં આવશે. પાછલા નાણાકીય વર્ષમાં, કંપનીના 24Seven બિઝનેસની આવક રૂ. 396 કરોડ હતી, જે ગોડફ્રે ફિલિપ્સની કુલ કામગીરીના માત્ર 9.3 ટકા છે. કંપનીના વડા લલિત મોદી પણ હાલમાં ભારતમાં વોન્ટેડ છે. તેના પર આઈપીએલના મીડિયા અધિકારો વેચવામાં કૌભાંડનો આરોપ છે. હાલમાં તે લંડનમાં રહે છે. હાલમાં જ તે બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન સાથેના સંબંધોને લઈને પણ ચર્ચામાં હતો.