[ad_1]
(જી.એન.એસ),તા.૧૯
નાગપુર-મહારાષ્ટ્ર,
મહારાષ્ટ્રના નાગપુરમાં નાસિકના બે વેપારીઓનો ટામેટાંની આડમાં ડુંગળીની તસ્કરીનો ખેલ ખુલ્લો પડી ગયો છે. સુરક્ષા એજન્સીએ 83 મેટ્રિક ટન ડુંગળીનો જથ્થો જપ્ત કર્યો છે. સુરક્ષા એજન્સીઓએ બાતમીના આધારે કાર્યવાહી કાર્યવાહી કરી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ડુંગળીની ગેરકાયદે નિકાસ કરીને સંયુક્ત અરબ અમીરત મોકલવામાં આવતી હતી. આરોપીઓએ સુરક્ષા એજન્સીઓની આંખમાં ધૂળ નાખવા માટે ટામેટાના બોક્સમાં ડુંગળીનો જથ્થો ભર્યો હતો, એટલું જ નહીં કન્ટેનરની શરૂઆતની હરોળમાં ટામેટાંના બોક્સ ગોઠવ્યા હતા, જોકે સુરક્ષા એજન્સીઓને ડુંગળીની ગેરકાયદે હેરફેરનો ખ્યાલ આવી જતા તપાસ કરી, અને તપાસમાં થયો પર્દાફાશ. પોલીસ વિભાગે ડુંગળીનો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.