[ad_1]
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૦૬.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૯૯૨.૭૭ સામે ૭૭૨૩૫.૩૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૭૦૭૧.૪૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૯૫.૩૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ પોઈન્ટના ૩૦૮.૩૭ ઉછાળા સાથે ૭૭૩૦૧.૧૪ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૩૪૬૬.૬૫ સામે ૨૩૫૧૧.૧૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૫૧૧.૧૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૯૮.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૩.૩૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૫૭૦.૦૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
શેરબજારમાં લાંબા વીકએન્ડ બાદ ફરી એકવાર શાનદાર ઓપનિંગ થયું છે, જેમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ ૨૪૪ પોઈન્ટના વધારા સાથે ૭૭૨૩૫ના સ્તર પર ખુલ્યો હતો. શેરબજાર ફરી નવી ઊંચાઈએ પહોંચી ગયું છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ ૭૭૩૬૬.૭૭ ના સ્તરને સ્પર્શ્યો હતો. જ્યારે નિફ્ટી ફ્યુચરએ પણ ઓલટાઈમ હાઈ સાથે ૨૩૫૦૦ ની સપાટીને કૂદાવી ગઈ છે. નિફ્ટી ફ્યુચર ૧૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૬૧૦.૦૦ ઐતિહાસિક સપાટી નોંધાવી છે. બેન્ક નિફ્ટી ફ્યુચર ૪૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૪૪૯.૦૦ ઐતિહાસિક સપાટી નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે શનિ-રવિ વિકએન્ડ તેમજ સોમવારે બકરી ઈદની રજા હોવાથી ત્રણ દિવસ બજાર બંધ રહ્યું હતું. આ સાથે, બજારે સમગ્ર ટ્રેડિંગ સેશન દરમિયાન ઉપલા સ્તરે કોન્સોલિડેશન દર્શાવ્યું હતું અને રેન્જ બનાવી હતી. બજાર દિવસભર ઉપલા સ્તરે રહ્યું હતું અને થોડી વધઘટમાં પણ ખરીદદારો આવતા રહ્યા હતા.બજારની આ તેજીનું નેતૃત્વ આઈટી અને બેન્કિંગ સેક્ટરે કર્યું હતું. આજે ટ્રેડિંગની શરૂઆતથી જ વિપ્રોના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. આઈટી સેક્ટર ઉપરાંત એનર્જી અને ઈન્ફ્રા સેક્ટરમાંથી ખરીદી આવી હતી અને આજે માર્કેટમાં ઓટો સેક્ટરના શેર નબળા રહ્યા હતા.
મંગળવારે શેરબજાર વધીને બંધ થયું હતું જેમાં બાળક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ ૩.૧૦% અને વોલ્ટાસ ૨.૫૬% ઉછાળો ,અદાણી પોર્ટસ, શ્રીરામ ફાઇનાન્સ, પાવર ગ્રીડ, વિપ્રો, ટાઇટન,સન ફાર્મા,ગ્રાસીમ,વેદાંત લિમિટેડ, એસબીઆઈ લાઈફ, અશોક લેલેન્ડ, એચડીએફસી બેંક, અશોકા બિલ્ડકોન, એશિયન પેઇન્ટ્સ અને ટાટા સ્ટીલ,આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, ઓએનજીસી, લાર્સન, કોટક મહિન્દ્રા. બેન્ક, વિપ્રો, ટીસીએસ જેવી કંપનીઓના શેરમાં તેજી નોંધાઈ છે. જયારે બીજી બાજુ ડીવીસ લેબ,ટોરન્ટ ફાર્મા,જીન્દાલ સ્ટીલ,બાટા ઇન્ડિયા, મારુતિ સુઝુકી, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ટાટા મોટર્સના શેર નબળાઈ પર બંધ થયા છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૫૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૩૬ અને વધનારની સંખ્યા ૨૧૬૭ રહી હતી, ૧૪૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો,વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ-એનડીએ સરકારની ત્રીજી ઈનિંગ શરૂ થઈ જવાની સાથે ભારતીય શેર બજારોમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો(એફપીઆઈઝ)ની વાપસીએ થયેલા નેટ રોકાણ થકી સેન્સેક્સ, નિફટીએ નવી ઐતિહાસિક ઊંચાઈને આંબી છે. મેન્યુફેકચરીંગ, સર્વિસિઝ પીએમઆઈ, ચાઈનાના ઈન્ડસ્ટ્રીયલ ડાટા, બેંક ઓફ ઈંગ્લેન્ડના વ્યાજ દર નિર્ણય પર બજારની નજર રહેશે.કેન્દ્રમાં એનડીએ સરકાર છતાં મોદી સરકારની બીજી ઈનિંગમાં જે પ્રમુખ મંત્રાલયો ભાજપે પોતાની પાસે જાળવી રાખીને નક્કી કરેલા મિશનમાં આગળ વધવાનો સંકેત આપ્યો છે. જેથી આ વખતે કેન્દ્રિય બજેટ પણ વિકાસની દિશામાં પ્રોત્સાહક જોગવાઈઓ લાવનારૂ નીવડવાની અપેક્ષા છે. વિદેશી રોકાણકારોની રોકાણ લઈ પાછલા દિવસોમાં જે પ્રકારે ચાર આંકડાના સંખ્યાબંધ ઈન્ફ્રા શેરોમાં ઊંચા ભાવોએ થઈ રહેલી ખરીદીને જોતાં આગામી દિવસોમાં હજુ પસંદગીના શેરોમાં તેજી આક્રમક બનવાની સંભાવના રહેશે. અલબત બજેટની રજૂઆત સુધી શેરોમાં સિલેક્ટિવ રહેવું અને ઊંચા મથાળે નફો બુક કરતાં રહેવું પણ હિતાવહ રહેશે. આગામી દિવસોમાં જૂન મહિનાના ભારના એચએસબીસી ઈન્ડિયા મેન્યુફેકચરીંગ, સર્વિસિઝ પીએમઆઈ આંક ૨૧, જૂનના શુક્રવારે જાહેર થનાર હોવા સાથે,બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા ૨૦, જૂનના ગુરૂવારે વ્યાજ દર પર નિર્ણય જાહેર થવા પર નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.