[ad_1]
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૨.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૨૪૨૬.૬૪ સામે ૭૨૬૨૭.૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૨૩૦૮.૬૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૭૩.૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૮૧.૫૨ પોઈન્ટના ઉછાળા સાથે ૭૨૭૦૮.૧૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૦૯૭.૮૦ સામે ૨૨૧૪૨.૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૦૫૫.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૪.૯૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૨.૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૧૬૦.૬૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝની ભારતીય શેરબજારમાં વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની અવિરત ખરીદીએ આજે આરંભિક બે તરફી અફડા-તફડી બાદ અંતે ઉછાળા સાથે બંધ રહ્યું હતું.. ફંડોએ પીએસયુ શેરોમાં સતત મોટી તેજી કર્યા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજી કરી મૂકી સેન્ટીમેન્ટને તેજી તરફી રાખ્યું હતું. ફ્રન્ટલાઈન કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેલિકોમ્યુનિકેશન, યુટિલિટીઝ અને સર્વિસીસ સાથે બેંકિંગ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેન્ક તેમજ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, સન ફાર્મા અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાનીએ ફંડોએ ખરીદી કરતાં અને સેન્સેક્સ, નિફટી આરંભિક ઘટાડો પચાવી પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યા હતા.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, રિયલ્ટી, કેપિટલ ગુડ્સ અને આઇટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૦૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૩૭ અને વધનારની સંખ્યા ૨૪૩૦ રહી હતી, ૧૩૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં બજાજ ફિનસર્વ ૨.૮૩%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૨.૦૩%, ભારતી એરટેલ ૨.૦૦%, બજાજ ફાઈનાન્સ ૧.૪૧% અને સન ફાર્મા ૧.૨૮% વધ્યા હતા, જ્યારે લાર્સન એન્ડ ટ્રુબ્રો ૧.૪૫%, વિપ્રો ૧.૪૫%, ઈન્ડસઈન્ડ બેન્ક ૦.૭૬%, ટાટા કન્સલટન્સી સર્વિસિસ ૦.૬૭% અને ટાટા મોટર્સ ૦.૬૬% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૧૬ લાખ કરોડ વધીને ૩૯૧.૬૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓ માંથી ૧૭ કંપનીઓ વધી અને ૧૩ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતીય બજારોમાં જાન્યુઆરીથી સતત વેચવાલ રહી ફેબ્રુઆરી ૨૦૨૪માં પણ અવિરત વેચવાલ રહ્યા છે. ફેબ્રુઆરી માસમાં પોઝિટીવ શરૂઆત બાદ વૈશ્વિક નબળા ટ્રેન્ડને કારણે જાન્યુઆરી માસમાં નેટ વેચવાલ રહ્યા બાદ ચાલુ મહિનામાં પણ શેરોમાં મોટાપાયે વેચવાલ રહ્યા છે. જેમાં શેરોમાં ફેબ્રુઆરી ૨૦૨૪માં અત્યાર સુધીમાં અંદાજીત રૂ.૩૭૭૬ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી સાથે વર્ષ ૨૦૨૪માં અત્યાર સુધીમાં અંદાજીત રૂ.૨૯,૫૨૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ છે. ફેબ્રુઆરીમાં એફપીઆઈઝ દ્વારા અત્યાર સુધીમાં શેરોમાં રૂ.૩૭૭૬ કરોડની ચોખ્ખી વેચવાલી સામે ડેટ, હાઈબ્રિડ, ડેટ-વીઆરઆર અને શેરોમાં મળીને રૂ.૧૯,૬૦૮ કરોડની કુલ ચોખ્ખી ખરીદી થઈ છે.
યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા પાછલા વર્ષમાં વ્યાજ દરમાં ઘટાડાના સંકેત આપ્યા બાદ અને માર્ચ ૨૦૨૪માં વ્યાજ દરમાં ઘટાડાની શકયતા ઊભી થતાં ડિસેમ્બર મહિનામાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની મોટી ખરીદી થઈ હતી. આ સાથે યુ.એસ. બોન્ડ યીલ્ડ તૂટતાં અને ભારત સહિતના વિકાસશીલ રાષ્ટ્રોના બજારોમાં વિદેશી ફંડનો પ્રવાહ મોટાપાયે ઠલવાયો હતો. કેલેન્ડર વર્ષ ૨૦૨૩માં એફપીઆઈઝની ભારતીય શેરોમાં રૂ.૧.૭૧ લાખ કરોડની ખરીદી અને કુલ ડેટ, હાઈબ્રિડ, ડેટ-વીઆરઆર અને શેરોમાં મળીને રૂ.૨.૩૭ લાખ કરોડની ખરીદી થઈ હોવાનું એનએસડીએલના આંકડામાં જણાવાયું હતું. વૈશ્વિક મોરચે ફુગાવો તેમજ જીઓપોલિટીકલ ટેન્શન વચ્ચે અગામી દિવસોમાં હજુ કરેકશન અનિવાર્ય હોવાથી અને ફંડો દરેક ઉછાળે મોટાપાયે નફો મળતાં શેરોમાં પ્રોફિટ બુકિગ કરે એવી શકયતા છે ત્યારે અગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.