[ad_1]
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૨.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૧૫૮.૨૪ સામે ૭૩૩૯૪.૪૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૩૦૨૨.૦૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૩૯૧.૯૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫.૪૪ પોઈન્ટના ઘટાડા સાથે ૭૩૧૪૨.૮૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૨૪૩.૨૫ સામે ૨૨૨૮૫.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૨૦૭.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૩૭.૪૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૧.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૨૨૨.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક સ્તરે જીઓપોલિટીકલ ટેન્શન સતત ઝળુંબી રહ્યું છે ત્યારે ભારતીય શેરબજારમાં ફંડોએ શેરોમાં સાવચેતીમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ કરતાં સેન્સેક્સ, નિફટી બેઝડ ઘટાડો નોંધાયો હતો. તેજીની અતિની ગતિને આજે અંતે ખેલાડીઓ, ફંડો, મહારથીઓએ બ્રેક લગાવી સ્મોલ, મિડ કેપ શેરોની ઓવર વેલ્યુએશનની તેજીનો અંત લાવ્યો હતો. લોકસભા ચૂંટણીની તૈયારી પૂર્વે આજે સપ્તાહના અંતિમ દિવસે ફંડો, ઓપરેટરો, ખેલંદાઓએ સંખ્યાબંધ સ્મોલ, મિડ કેપ શેરો ઓવરવેલ્યુઅડ હોવાથી અને માર્ચ એન્ડિંગ પૂર્વે સંભવિત મોટા કરેકશનને લઈ સાવચેતીમાં તેજીનો વેપાર હળવો કર્યો હતો.
ચાઈનાને આર્થિક સંકટમાંથી ઊગારવા સરકારના સઘન પગલાં પૈકી ચાઈનીઝ રેગ્યુલેટરી ઓથોરિટીએ સંસ્થાકીય રોકાણકારોના નેટ સેલ પર પ્રતિબંધ મૂકવાનું જાહેર કરતાં ચાઈનીઝ શેર બજારોમાં સપ્તાહની રેકોર્ડ તેજીએ પણ ફંડો સાવચેતીમાં હળવા થયા હતા. ટેલિકોમ્યુનિકેશન, ઈન્ડસ્ટ્રિયલ્સ શેરોમાં પસંદગીની ખરીદી જળવાયા છતાં ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, મેટલ અને બેંકેકસ શેરોમાં પ્રોફિટ બુકિંગ થતાં અને આઈટી – ટેક, કોમોડીટીઝ, એફએમસીજી તેમજ યુટીલીટીઝ શેરોમાં ફંડો વેચવાલ રહ્યા હતા.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેલિકોમ્યુનિકેશન, ઈન્ડસ્ટ્રિયલ્સ, કેપિટલ ગુડ્સ, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, કંઝ્યુમર ડિસ્ક્રિશનરી, સર્વિસિસ, હેલ્થકેર, ઓટો, પાવર અને ફાઈનાન્સિયલ સર્વિસિસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૩૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૯૩ અને વધનારની સંખ્યા ૨૦૪૫ રહી હતી, ૯૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં બજાજ ફિનસર્વ ૧.૪૩%, ટાઈટન ૧.૧૩%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૧૩%, વિપ્રો ૦.૯૦% અને રિલાયન્સ ૦.૭૮% વધ્યા હતા, જ્યારે એચસીએલ ટેક ૧.૨૫% મારુતી સુઝુકી ઈન્ડિયા ૧.૧૭% એશિયન પેઈન્ટ ૧.૧૨%, જેએસડબ્લ્યુ સ્ચીલ ૦.૯૧% અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૦.૮૬% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સામે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૯૦ લાખ કરોડ વધીને ૩૯૩.૦૪ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓ માંથી ૧૩ કંપનીઓ વધી અને ૧૭ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, સ્થાનિક સ્તરે અત્યારસુધીના પ્રાપ્ત આંકડા પરથી દેશમાં વર્તમાન વર્ષના ફેબ્રુઆરીમાં વેપાર પ્રવૃત્તિ વધીને સાત મહિનાની ઊંચી સપાટીએ જોવા મળવાના સંકેત મળી રહ્યા છે. ફેબ્રુઆરી માસનો ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો સંયુકત પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) વધી સાત મહિનાની ટોચે રહેવાનું એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલા એચએસબીસી ફલેશ ઈન્ડિયા પીએમઆઈ રિપોર્ટમાં જણાવાયું છે. ૪૦૦ ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓ અને આટલી જ સંખ્યાની સેવા ક્ષેત્રની કંપનીના સર્વે બાદ આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. વિશ્વમાં વેપાર ક્ષેત્રે ભારત હાલમાં શ્રેષ્ઠ કામગીરી દર્શાવી રહ્યું છે. પ્રારંભિક અંદાજમાં ફેબ્રુઆરી માસનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ૫૬.૭૦, સેવા ક્ષેત્રનો ૬૨ જ્યારે ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો મળીને સંયુકત પીએમઆઈ ૬૧.૫૦ જણાઈ રહ્યો હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
જાન્યુઆરી માસની સરખામણીએ ફેબ્રુઆરીમાં ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો જોવા મળી રહ્યો છે. માગની મજબૂત સ્થિતિ, ટેકનોલોજીમાં ઈન્વેસ્ટમેન્ટ, કાર્યક્ષમતામાં વધારો, ગ્રાહક સ્તરમાં વૃદ્ધિ તથા સાનુકૂળ વેચાણ વાતાવરણને કારણે વેપાર પ્રવૃત્તિમાં વધારો જોવા મળી રહ્યાનો મત હતો. નિકાસ ઓર્ડરના ટેકા સાથે એકંદર ઓર્ડરમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે. નવા ઓર્ડર્સની માત્રા ગયા વર્ષના સપ્ટેમ્બર સૌથી ઊંચી રહી છે. ઓસ્ટ્રેલિયા, યુરોપ, આફ્રિકા, મધ્ય પૂર્વ તથા અમેરિકા ખાતેથી નવા ઓર્ડરોમાં મજબૂત વધારો જોવા મળી રહ્યો છે. વિદેશમાંથી માંગ વધી રહી હોવાનું રિઝર્વ બેન્કે તાજેતરમાં જણાવ્યું હતું. ફુગાવો ઘટી રહ્યો હોવાનું પણ જોવા મળી રહ્યું છે જે માંગમાં વૃદ્ધિ માટે ટેકારૂપ બનશે.