[ad_1]
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૦૩.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૧૧૯.૩૯ સામે ૭૪૧૭૫.૯૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૩૪૩૩.૯૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૫૩.૪૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૧૬.૭૫ પોઈન્ટના ઘટાડા સાથે ૭૩૫૦૨.૬૪ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૫૫૨.૩૫ સામે ૨૨૬૦૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૩૯૨.૫૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૧૫.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૮.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૪૦૪.૧૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. ઓવરવેલ્યુએશનના વધતાં જોખમ સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આઈપીઓ ફાઈનાન્સિંગ, શેરો, ડિબેન્ચરો સામે લોન પર કંપનીઓ સામે અંકુશાત્મક પગલાં અને મૂડી બજાર નિયામક તંત્ર સેબીના પણ આક્રમક વલણ સાથે મ્યુચ્યુઅલ ફંડોને સ્મોલ કેપ ફંડો મામલે રોકાણકારોને જોખમો વિશે વધુ માહિતી પૂરી પાડવાની કરેલી તાકીદે સ્મોલ, મીડ કેપ શેરોમાં ખેલંદાઓ ઓપરેટરો અને ફંડોએ સતત વેચવાલી ચાલુ રાખતા ભારતીય શેરબજાર બે તરફી અફડાતફડીના અંતે નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું છે. અલ્ટ્રાટેક સિમેન્ટ, ટેક મહિન્દ્ર અને ભારતી એરટેલ શેરોમાં લેવાલી સામે એચડીએફસી બેન્ક, એનટીપીસી લિ., ટાટા મોટર્સ, ઈન્ફોસીસ, કોટક બેન્ક, લાર્સેન લિ., ટાઈટન કંપની લિ., આઈટીસી તેમજ આઈસીઆઈસીઆઈ બેન્ક શેરો સાથે ટેલિકોમ્યુનિકેશન, મેટલ, યુટિલિટીઝ, રિયલ્ટી, એનર્જી, બેન્કેક્સ, કોમોડિટીઝ, પાવર અને ઈન્ડસ્ટ્રીયલ્સ સેક્ટરમાં ફંડોનું ભારે પ્રોફિટ બુકિંગ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૦૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૦૩૯ અને વધનારની સંખ્યા ૯૨૫ રહી હતી, ૧૧૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં નેસલે ઈન્ડિયા ૨.૦૫%, બજાજ ફિનસર્વ ૦.૮૩%, બજાજ ફાઈનાન્સ ૦.૨૯%, ટીસીએસ ૦.૨૮% અને એશિયન પેઈન્ટ્સ ૦.૨૫% વધ્યા હતા, જ્યારે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૨.૫૩%, ટાટા સ્ટીલ ૨.૩૮%, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૧.૮૬%, ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૫૩% અને હિન્દુસ્તાન યુનિલિવર ૧.૩૪% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૩.૧૬ લાખ કરોડ ઘટીને ૩૮૯.૬૫ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૮ કંપનીઓ વધી અને ૨૨ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, વૈશ્વિક બજારોમાં રિકવરી સાથે સ્થાનિક સ્તરે પણ બજારને સપોર્ટ મળ્યો છે. ભારતીય અર્થતંત્ર ઝડપી વિકાસ સાધવા સક્ષમ હોવાનો અને અહીં વિકાસની વિપુલ તકો પડેલી હોવાનો વિદેશી રોકાણકારોને અહેસાસ કરાવી ભારતીય બજારમાં વિદેશી ફંડોના રોકાણને આકર્ષવા માટેનો આ મોટો પ્રયાસ હોવાનું જોવાઈ રહ્યું છે. સ્થાનિક સંસ્થાકીય ફંડો તેમજ રોકાણકારોએ શેરોમાં કરેલી મોટી ખરીદીના પરિણામે ભારતીય શેરબજાર ઐતિહાસિક ટોચ નજીક ટ્રેડ થઇ રહ્યું છે. મ્યુચ્યુઅલ ફંડોમાં ફેબ્રુઆરી ૨૦૨૪ મહિનામાં ઈક્વિટીમાં રોકાણ પ્રવાહ ૨૩% વધીને રૂ.૨૬૮૬૬ કરોડ નોંધાયો છે, જે જાન્યુઆરી માસમાં રૂ.૨૧૭૮૦.૫૬ કરોડ નોંધાયો હતો. મ્યુચ્યુઅલ ફંડોની એયુએમ ફેબ્રુઆરીમાં ૩.૪૨% વધીને રૂ.૫૪.૫૪ લાખ કરોડ પહોંચી છે. જ્યારે સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઈપી) માર્ચ ૨૦૨૧ થી સતત ૩૬માં મહિને પોઝિટીવ રોકાણ પ્રવાહ સાથે ફેબ્રુઆરી માસમાં અંદાજીત રૂ.૧૯૦૦૦ કરોડનો આંક પાર કરી રૂ.૧૯૧૮૬ કરોડ નોંધાઈ છે. જે જાન્યુઆરીમાં રૂ.૧૮૮૩૮ કરોડ રહી હતી.
લાર્જ અને મિડ કેપ ફંડ્સમાં રોકાણ પ્રવાહ બીજો સૌથી વધુ રૂ.૩૧૫૬.૬૪ કરોડ નોંધાયો છે. જ્યારે સ્મોલ કેપ કેટેગરીમાં રોકાણમાં ૧૦% ઘટાડો થઈ રૂ.૨૯૨૨.૪૫ કરોડ પ્રવાહ નોંધાયો છે, જે જાન્યુઆરી માસમાં રૂ.૩૨૫૬.૯૮ કરોડ રહ્યો હતો. લાર્જ કેપ ફંડસમાં ફેબ્રુઆરીમાં રોકાણ પ્રવાહ રૂ.૯૨૧.૧૪ કરોડ રહ્યો છે. જે જાન્યુઆરી માસમાં રૂ.૧૨૮૭.૦૫ કરોડ નોંધાયો હતો, જો કે વેલ્યુએશન મામલે હજુ સ્મોલ, મિડ કેપ ઘણા શેરો ઓવરવેલ્યુઅડ હોવાને લઈ રેગ્યુલેટરી ઓથોરિટી સેબીએ મ્યુચ્યુઅલ ફંડોના એસેટ મેનેજરોને તેમના ફંડો સાથે સંકળાયેલા જોખમોની માહિતી રોકાણકારોને આપવા કરેલી તાકીદે અગમચેતીના પગલાં તેમજ ઓવરવેલ્યુએશનનું પરિબળ હજુ યથાવત હોવાથી દરેક ઉછાળે સાવચેતી રાખવી જરૂરી બની રહેશે.