[ad_1]
નોઈડામાં ફુડ કોર્નર દુકાન વાળો મોહમ્મદ ઓવૈસે શ્રી રામજી, સીતામાતા, શ્રી લક્ષ્મણજી, શ્રી બજરંગ બલીના નામવાળા વ્યક્તિના સન્માન અને ફ્રી ખાવાની વ્યવસ્થા કરી
(જી.એન.એસ),તા.૨૭
રામ મંદિરમાં રામલલા વિરાજમાન થઈ ગયા છે. દેશમાં ઉત્સવનો માહોલ છે. અયોધ્યા એકદમ રામમય બની ચુકી છે. ત્યારે આવા સમયે નોઈડામાં મુસ્લિમ સમાજના એક શખ્સે ભાઈચારો બતાવ્યો છે. મોહમ્મદ ઓવૈસે રામમંદિર બનવાની ખુશીમાં એક અનોખી ઓફિર લાવ્યા છે. તેમણે પોસ્ટર લગાવ્યું છે કે, રામજી, સીતા માતા અને શ્રી લક્ષ્મણજી, હનુમાજીના નામવાળા લોકોને આજીવન જમવાનું ફ્રીમાં આપશે. નોઈડાના સેક્ટર 16માં છેલ્લા 2010થી બોબી ફુડ કોર્નર નામથી દુકાન ચાલે છે. મોહમ્મદ ઓવૈસે રામ મંદિર બનવાની ખુશીમાં પોતાની દુકાન પર એક ઓફર રાખી છે. તેમાં લખ્યું છે કે, ભગવાન શ્રી રામજી, સીતામાતા, શ્રી લક્ષ્મણજી, શ્રી બજરંગ બલીના નામવાળા વ્યક્તિના સન્માન અને ફ્રી ખાવાની વ્યવસ્થા કરી છે. આ પોસ્ટર તેમણે પોતાની દુકાનની આજુબાજુમાં લગાવી છે. તેમાં લખ્યું છે કે, રામ પરિવાર નામના વ્યક્તિને કાયમ માટે ફ્રીમાં ખાવાનું મળશે.
મોહમ્મદ ઓવૈસ મૂળનો બદાયૂ જિલ્લાનો રહેવાસી છે. તેણે જાણકારી આપતા કહ્યું છે કે, તે છેલ્લા 2010થી સેક્ટર 16માં રહીને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. પણ અમુક લોકો હિન્દુ-મુસ્લિમના નામ પર વિખવાદ ઊભો કરવાની કોશિશ કરે છે. અમે અને અમારો પરિવાર દરેક સમુદાયના તહેવારો મનાવીએ છીએ. તેમના ભગવાનમાં અમારી આસ્થાન છે. એટલા માટે અમે ભગવાન રામનું મંદિર બનાવવાની ખુશીમાં અમારી દુકાન પર રામ, લક્ષ્મણ, સીતા અને બજરંગ બલીના નામવાળા ભાઈ બહેનોને ફ્રી ખાવાની વ્યવસ્થા કરી છે. સાથે જ દુકાન પર આવશે તો તેમનું સન્માન પણ કરવામાં આવશે. રામ ભક્ત મોહમ્મદ ઓવૈસે આગળ જણાવ્યું કે, હું જીવનમાં જ્યાં સુધી દુકાન ચલાવીશ, ત્યાં સુધી આ નામવાળા ભાઈ-બહેનોને ફ્રીમાં ખાવાની વ્યવસ્થા કરીશ. તેમણે કહ્યું કે, ભગવાન રામનું મંદિર બનતા અમને ખુબ ખુશી થઈ છે. તેણે સમગ્ર દેશવાસીઓને શુભકામના આપતા કહ્યું કે, મારા આ કાર્યક્રમથી મારા સમુદાયના અમુક લોકો નારાજ પણ છે. તેમણે મારા પર અને આ ખાવાની વ્યવસ્થા વાંધો ઉઠાન્યો. મને કેટલીય વાતો કહી. પણ મારો ઈરાદો અટલ છે, તેમાં કોઈ ફરક પડશે નહીં. હું સંપૂર્ણપણે હિન્દુ ધર્મનું સન્માન કરુ છું. એટલા માટે મેં રામમંદિરની ખુશીમાં મારી દુકાન પર ફ્રીમાં ખાવાની વ્યવસ્થા કરી છે.