[ad_1]
રામ સેતુનું નિર્માણ કરવામાં આવ્યું જે જગ્યાની મુલાકાતે પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી મોદી તિરુચિરાપલ્લી જિલ્લામાં રંગનાથસ્વામી મંદિરમાં પૂજા કરી
(જી.એન.એસ),તા.૨૧
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમિલનાડૂની મુલાકાતે શનિવારે અંગી તીર્થ સમુદ્ર તટ પર સ્નાન કર્યું. ત્યાર બાદ તેમણે ભગવાન રામનાથસ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી. આ દરમ્યાન પીએમ મોદીના હાથમાં રુદ્રાક્ષ માળા પહેરેલી હતી. પીએમ મોદીને પૂજારીઓ તરફથી પરંપરાગત ભેટ આપવામાં આવી હતી. તેમણે તમિલનાડૂના પ્રાચીન શિવ મંદિર રામનાથસ્વામીમાં આયોજીત ભજનમાં પણ ભાગ લીધો હતો.
કહેવાય છે કે, તમિલનાડૂના રામનાથપુરમ જિલ્લાના રામેશ્વરમ દ્વીપમાં આવેલ શિવ મંદિરને રામાયણ સાથે સંબંધ છે. કેમ કે અહીંનું શિવલિંગ શ્રીરામે સ્થાપિત કર્યું હતું. ભગવાન રામ અને દેવી સીતા અહીંયા પ્રાર્થના કરતા હતા. તિરુચિરાપલ્લી જિલ્લામાં રંગનાથસ્વામી મંદિરમાં પૂજા કર્યા બાદ પીએમ મોદી એરફોર્સના હેલિકોપ્ટરથઈ રામનાથપુરમ પહોંચ્યા હતા. અહીં ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું.
પીએમ મોદી તમિલનાડૂના રંગનાથસ્વામી મંદિર આવનારા પ્રથમ પ્રધાનમંત્રી છે. પૂજા દરમ્યાન પીએમ મોદીએ પરંપરાગત પરિધાન ધોતી અને અંગવસ્ત્રમ પહેરીને ભગવાન વિષ્ણુના મંદિરમાં પૂજા અર્ચના કરી. પીએમ મોદીએ વૈષ્ણવ સંત-ગુરુ શ્રી રામાનુજાચાર્ય અને શ્રી ચક્રથાઝવારને સમર્પિત કેટલાય અલગ અલગ પૂજા સ્થળમાં પ્રાર્થના કરી. તેમણે અહીં અંદલ નામના હાથીને ગોળ ખવડાવ્યો અને તેના આશીર્વાદ લીધા હતા. તમિલમાં મંદિરના ઈષ્ટદેવને રંગનાથરના નામથી ઓળખાય છે.
રંગનાથસ્વામી મંદિર તરફથી પીએમ મોદીને અંગવસ્ત્રમ અને કપડાની ભેટ આપવામાં આવી. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે વસ્ત્રોને અયોધ્યામાં શ્રી રામ મંદિર લઈ જશે, જ્યાં સોમવારે ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. શ્રી રંગમ મંદિર તમિલનાડૂનું એક પ્રાચીન વૈષ્ણવ મંદિર છે અને તે સંગમ યુગનું છે. વિવિધ રાજવંશોએ આ મંદિરનું બાંધકામ અને વિસ્તાર કરાવ્યો. આ મંદિરના બાંધકામમાં ચોલ, પાંડ્ય, હોયસલ અને વિજયનગર સામ્રાજ્યના રાજાઓનું યોગદાન છે.