[ad_1]
(GNS),23
પીએમ મોદી ડિગ્રી વિવાદ કેસમાં મેટ્રો પોલિટન કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને સમન્સ ઈશ્યુ કર્યા છે.કેજરીવાલ અને સંજયસિંહને 7 જૂને કોર્ટમાં હાજર રહેવા મેટ્રો પોલિટન કોર્ટે આદેશ આપ્યો છે. જેમાં ગુજરાત યુનિવર્સિટી વિશે વાંધાજનક અને યુનિવર્સિટીની છબી ખરડાય તેવા નિવેદનને પગલે યુનિવર્સિટીએ બદનક્ષીની ફરિયાદ કરી છે.
પીએમ મોદી ડિગ્રી વિવાદ કેસમાં અમદાવાદ મેટ્રો પોલિટન કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને સમન્સ ઈશ્યુ કર્યા છે. કેજરીવાલ અને સંજયસિંહને 7 જૂને કોર્ટમાં હાજર રહેવા મેટ્રો પોલિટન કોર્ટે આદેશ આપ્યો છે. જેમાં ગુજરાત યુનિવર્સિટી વિશે વાંધાજનક અને યુનિવર્સિટીની છબી ખરડાય તેવા નિવેદનને પગલે યુનિવર્સિટીએ બદનક્ષીની ફરિયાદ કરી છે. જેમાં મેટ્રો પોલિટન કોર્ટે ગત સુનાવણીમાં સીઆરપીસીની કલમ 204 મુજબ અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને કોર્ટમાં હાજર રહેવા સમન્સ ઇસ્યુ કર્યું હતું.
અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને ફરી સમન્સ ઇસ્યુ કરવામાં આવ્યું હતું તેની વધુ સુનાવણી 7 જૂને હાથ ધરાશે. કોર્ટે 7 જૂને અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે કોર્ટમાં હાજર રહેવા ફરમાન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની MAની ડિગ્રી અંગે RTI દ્વારા માહિતી માગવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટે કેન્દ્રીય માહિતી પંચના 2016ના એ આદેશને રદ કર્યો છે. જેમા ગુજરાત યુનિવર્સિટીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર ડિગ્રી અંગે જાણકારી આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ સાથે હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને 25000નો દંડ ફટકાર્યો હતો.
હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે વર્ષ 2016માં જ ડિગ્રી ઓનલાઈન મુકી દેવામાં આવી…. આ કેસમાં ગુજરાત યુનિવર્સિટીએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે વર્ષ 2016માં જ ડિગ્રી ઓનલાઈન મુકી દેવામાં આવી હતી. કોઈપણ વિદ્યાર્થી માટે ડિગ્રી એ અંગત માહિતી કહેવાય અને માહિતી અધિકારના કાયદામાં અંગત માહિતી આપવા ઉપર બાધ છે. જ્યાં સુધી એ અંગત માહિતી જાહેર હિત અથવા જાહેર બાબતને લગતી ન હોય ત્યાં સુધી આવી માહિતી જાહેર કરી શકાય નહીં.
આ સમગ્ર મામલે મૂળ એવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તરફથી હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ હતી કે ચીફ ઈન્ફોર્મેશન કમિશનરનો હુકમ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)ને છે. ગુજરાત યુનિવર્સિટીને આ મુદ્દે કશું કહેવાનું થતુ નથી. ગુજરાત યુનિવર્સિટી ખુદ એક પબ્લિક ઓથોરિટી હોવાથી આ પ્રકારનો બચાવ કરી શકે નહીં.
આ કેસમાં તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી તરફથી દેશના સોલિસીટર જનરલ હાજર થયા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.