[ad_1]
(જી.એન.એસ) છોટાઉદેપુર,તા.૨૧
છોટાઉદેપુર જિલ્લાના કીકાવાડા ગામનો યુવક વૈરાગ પોતાના ઘરે હતો સાંજના સમયે જમી પરવારીને ઘરે બેઠો હતો ત્યારે લગભગ 8:30 વાગ્યાના અરસામાં તેની પ્રેમિકાનો ફોન આવતા તે ફોન પર વાતો કરતો હતો. વાતો કરતા કરતા પ્રેમિકાએ પ્રેમી વૈરાગને ઊંચાપાન પાસે જેસીંગપુરા હાઈસ્કૂલમાં મળવા બોલાવતા વૈરાગ પોતાની મોટર સાયકલ લઈને રાત્રિના લગભગ 9 વાગ્યે નીકળ્યો હતો. રાત્રે પ્રેમિકાને મળવા નીકળેલો વૈરાગ મોટીબેજ પાસેના ગમન ગામના તેના મિત્ર જયરાજને પણ સાથે લીધો હતો. વૈરાગ પોતાના મિત્ર જયરાજ સાથે જેસીંગપુરાની હાઈસ્કૂલમાં પહોંચ્યો હતો. જ્યાં તેની પ્રેમિકા તેની રાહ જોતી હતી. પ્રેમી વૈરાગ અને તેની પ્રેમિકા મળવા માટે હાઈસ્કૂલની અંદરના ભાગે જતા રહ્યા હતા. જ્યારે વૈરાગનો મિત્ર જયરાજ હાઈસ્કૂલના દરવાજા પાસે રાહ જોતો બેઠો હતો, લગભગ ત્રણ કલાક બાદ 12:30 વાગ્યાના અરસામાં પ્રેમિકાના પિતા મુકેશભાઈ તેમના મિત્રો કાર્ય ઉર્ફે કાળુભાઈ તથા ગણપતભાઈ સાથે જેસીંગપુરા હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં આવી પહોંચ્યા હતા અને બંને પ્રેમી પંખીડાને રંગે હાથ ઝડપી પાડ્યા હતા.પ્રેમિકાના પિતા મુકેશભાઈએ પોતાની દીકરીને તરત જ હાથે પકડી લઈ જઈ ઘરે મૂકીને પરત જેસીંગપુરા હાઇસ્કુલ ખાતે આવી પહોંચ્યા હતા. મુકેશભાઈ કાળુભાઈ તેમજ ગણપતભાઈ ત્રણેય જણાય પ્રેમી વૈરાગને માર મારતા હતા. માર ખાતા ખાતા પ્રેમી વૈરાગ બચાવો બચાવોની બૂમ પાડતો હતો. પરંતુ હાઈસ્કૂલના કમ્પાઉન્ડની બહાર ઉભો રહેલો પ્રેમી વૈરાગનો મિત્ર જયરાજ ત્યાંથી ભાગી જઈ પોતાના કાકાના ઘરે જઈને સૂઈ ગયો હતો. સવારે 7:30થી 8:00 વાગ્યાના અરસામાં પ્રેમની વૈરાગ ના પિતાને સમાજના આગેવાને વૈરાગની લાશ જેસીંગપુરા પાસે રસ્તા પર પડેલી હોવાની જાણકારી હતી. જેથી વૈરાગના પિતા ભારત ભાઈ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને આ તમામ હકીકત બોડેલી પોલીસને જણાવી હતી. બોડેલી પોલીસને પ્રેમી વૈરાગની હત્યા થઈ હોવાની માહિતી મળતા બોડેલી પોલીસે લાસ નો કબજો મેળવી બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હતી અને પ્રેમી વૈરાગ ને માર માર મુકેશભાઈ, કાર્યભાઈ ઉઠે કાળુભાઈ તેમજ ગણપતભાઈ વિરુદ્ધ હત્યાના ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.